લગ્ન પ્રસંગમાં ખાસ કાળજી રાખજો, તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ; જોઈ લો વિડીયો

Wedding Viral Video: સોશિયલ મીડિયા પર રોજબરોજ કઈ ને કઈ વાયરલ થતું હોય છે, જે તેની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. પછી તે instagram હોય ફેસબુક હોય અથવા એક્સ હોય કે અન્ય કોઈ પ્લેટફોર્મ હોય દરેક જગ્યાએ તમને કંઈક ને કંઈક નવું વાયરલ (Wedding Viral Video) થતું જોવા મળશે. કોઈ પોતાના ગજબ જુગાડથી લોકોનું ધ્યાન ખેંચે છે તો ઘણા લોકો પોતાના કરતબ બતાવી વાઇરલ થઈ જાય છે. તો કોઈ પોતાની સુંદરતાને લીધે વાયરલ થાય છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગના વિડીયો પણ વાયરલ થતા હોય છે. આવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આવો તમને જણાવીએ તેના વિશે.

શું દેખાયું વાયરલ વીડિયોમાં?
હમણાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક પાર્ટીમાં કેટલાક લોકો ખાવા માટે ફૂડ સ્ટોલ પાસે ઊભા હોય છે. આ દરમિયાન દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ તંદુરી રોટી પોતાની પ્લેટમાં મૂકે છે. અને તે રોટી કાઢવા માટેના સ્ટોલ તરફ જુએ છે ત્યારે જ તેની સાથે કાંડ થઈ જાય છે.

એક બીજો વ્યક્તિ આવે છે અને તેની પ્લેટમાંથી રોટી લઈ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. તે વ્યક્તિ ખાલી પ્લેટ જોઈ આચાર્યમાં પડી જાય છે. તમારી સાથે પણ આવી ઘટના થઈ શકે છે, તો તેના વિશે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ રમુજી વિડીયો ક્યાંનો છે તેની કોઈ જાણકારી તો નથી મળી રહી પરંતુ અત્યારે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

હમણાં તમે જે વીડિયો જોયો તેને એક્સ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે વિલન પેદા નથી થતા તે બનાવવામાં આવે છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે આવું જ થાય છે કારણ કે ભીડ ખૂબ હોય છે. બીજા એક યુઝરે લખ્યું કે આવા લોકો માટે નરકમાં અલગથી તેલનો તાવડો બનાવવામાં આવ્યો છે. અન્ય એક વ્યક્તિ લખે છે કે મોકે પે ચોકા. તો બંને એક વ્યક્તિ લખે છે કે આવા સ્કેમ ન કરો ભાઈઓ, આ ખૂબ ખોટું થઈ રહ્યું છે.