ઝડપી લો આ તક! 10 હજાર લોકોને જોબ આપશે આ કંપની, ફરી નહિ મળે આવી નોકરી

કોરોના મહામારી અને લોકડાઉન ના કારણે દેશભરમાં લાખો લોકો ને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. મે 2021 માં બેરોજગારીનો દર 11.9 ટકા થઇ ગયો…

કોરોના મહામારી અને લોકડાઉન ના કારણે દેશભરમાં લાખો લોકો ને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. મે 2021 માં બેરોજગારીનો દર 11.9 ટકા થઇ ગયો હતો,જોકે આવનારા સમયમાં સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દિશામાં ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ પ્રાઈસ વોટર હાઉસ કુપર્સ ઇન્ડિયા મોટું પગલું લેવા જઈ રહી છે.

કંપનીએ બુધવારે કહ્યું કે તે આગામી પાંચ વર્ષોમાં 1600 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે તેનાથી 10000 નોકરીઓનું સર્જન કરવામાં આવશે. તેઓએ પોતાની નવી કારોબારી રણનીતિ ધ ન્યુ ઇકવેશન ની ઘોષણા કરતા કહ્યું કે કંપની આ સમય માં પોતાના કેમ્પસ હાયરિંગ ને પાંચ ગણુ વધારશે. કંપનીએ આ અંગે કહ્યું કે નવી રણનીતિ હજારો ગ્રાહકો અને હિતધારકો સાથે વાતચીત બાદ તૈયાર કરવામાં આવી છે.

કંપનીએ કહ્યું કે, ભારત પાસે મજબૂત આર્થિક પાયાનું માળખું છે, તેની મોટી વસ્તી નો લાભ અને નવા વિચારોને પ્રોત્સાહન આપવા માટે અહી ઉમદા વિકલ્પ છે. ભારતમા પીડબલ્યુસી ના અધ્યક્ષ સંજીવ કૃષ્ણએ કહ્યું, અમારી નવી રણનીતિ અમને અને અમારા ગ્રાહકોને દેશના આર્થિક વિકાસને આગળ વધારવા, ઘરેલુ બજારની ક્ષમતામાં વધારો કરવા અને મોટા પાયે સમાજ માટે વધુ અવસર પેદા કરવામાં સક્ષમ બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *