લ્યો બોલો: વરરાજાને થપ્પડ મારીને ભાગી ગઈ મહિલા, અને પછી જે થયું…- જુઓ વિડીયો 

ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન એક ધાર્મિક વિધિ છે. જૂદા જૂદા બે પરિવાર-કુટુંબની સ્ત્રી અને પુરુષ પ્રેમના તાંતણે જોડાણ થાય છે. આ જોડાણથી એક પરિવારનો વંશ…

ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન એક ધાર્મિક વિધિ છે. જૂદા જૂદા બે પરિવાર-કુટુંબની સ્ત્રી અને પુરુષ પ્રેમના તાંતણે જોડાણ થાય છે. આ જોડાણથી એક પરિવારનો વંશ આગળ વધે છે. લગ્ન સંસ્કારમાં સાથે જોડાયેલા સ્ત્રી-પુરુષનો દાંપત્ય સંબંધ જીવનભરનો હોય છે.

લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધિ છે. પરંતુ તેનો વ્યક્તિ અને સમાજ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. લગ્નમાં સાત ફેરા ફરીને વર-વધૂ બંને એકબીજાને વચન આપે છે કે, સાત જન્મ સાથે રહેશે અને એકબીજાનો સાથ હંમેશા નિભાવશે. અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરવામાં આવે છે. તેઓ એકબીજાને વચન આપે છે કે, તે કદી એકબીજાથી અલગ નહીં થાય.

આ ઉપરાંત લગ્નમાં વર-વધૂ સાત ફેરા લઇને પોતાની સમસ્ત ઉર્જા અને શક્તિ એકબીજાને સમર્પિત કરવાનું વચન લે છે. રિવાજો મુજબ સાત ફેરા ન થાય ત્યાં સુધી લગ્ન અધૂરાં માનવામાં આવે છે. સાસરે આવ્યા પછી નવદંપતીને પોંખવામાં આવે છે અને નવવધૂ સાસરિયાંમાં કુમકુમ પગલાં પાડે છે.

ત્યારબાદ પરંપરા પ્રમાણે છેડાછેડી છોડવી, મીંઢળ છોડવા, સોપારી રમવું વગેરે સામાજિક વિધિ સાસરિયાંમાં થાય છે અને નવદંપતી સ્વજનો, વડીલોના આશીર્વાદ તથા મિત્રો, સખીઓની શુભેચ્છા સાથે પોતાના નવજીવનની શરૂઆત કરે છે. ભારતમાં લગ્ન નક્કી થાય ત્યારથી તેની તૈયારી થવા લાગે છે. ભારતીય સંસ્કૃતમાં લગ્નમાં એટલા રિવાજ હોય છે કે, ઘણીવાર બે પરિવાર વચ્ચે રિવાજને લઇને માથાકૂટ પણ થઇ જતી હોય છે.

તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ દુલ્હાને જ થપ્પડ મારી દીધી હતી. આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. હિન્દુ રિતી રિવાજ મુજબ લગ્નમાં ફેરા ફર્યા બાદ બીજા દિવસે એક રિવાજ હોય છે જેમાં પુરુષો સવારે આંગણામાં બેસે છે અને પહેરામણી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by SY Entertainment (@syentertainmentsy)

મજાક તરીકે તેમને ચાંદલો લગાવવામાં આવે છે અને આ રિવાજમાં કેટલીક મહિલાઓ વરરાજા સાથે મજાક કરતી હોય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મહિલા આ રિવાજ દરમિયાન વરરાજાને લાફો મારીને ભાગવા જઇ રહી છે. પરંતુ દુલ્હો તેનો હાથ પકડી લે છે.

હાથ ઉઠાવનાર મહિલા તો પડી જાય છે. પરંતુ સાસરિયામાં આ રીતનો માહોલ થોડો અજીબ થઇ જાય છે. કેટલાક લોકો આ પ્રકારની રસમોની મજાક બનાવે છે અને વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ પણ કરે છે. લાફો માર્યા બાદ મહિલા જમીન પર પડી ગઇ હતી અને લોકોએ તેની ખુબ મજાક પણ બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *