બાળક જન્મે ત્યારે દરેક માતા પોતાના બાળકનું ખુબ જ ધ્યાન રાખતા હોય છે. પરંતુ અમુક એવી ભૂલોના કારણે માતા અને બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. ગુજરાતમાં આવી જ એક ઘટના સામે આવી છે. જામનગરમાં આર્મી એરિયામાં રહેતા આર્મીના એક જવાનના ઘરે કરુણાજનક કિસ્સો બન્યો છે. આર્મીના જવાનની એક માસની પુત્રીને સ્તનપાન દરમિયાન માતાનું ધાવણ નાકમાં જતું રહેતાં શ્વાસ રૂંધાઈ જવાના કારણે તેણીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવથી આર્મી ના જવાન ના પરિવારમાં શોક છવાયો છે.
જામનગરના આર્મી એરિયામાં બ્રિગેડ કેમ્પમાં રહેતા આર્મીના જવાન રવિ પુંડલી ખટાવકર નામના ૩૧ વર્ષના જવાન ની એક માસથી પુત્રી ઐશ્વર્યા, કે જે ગઈ રાત્રે પોતાની માતા સાથે બેડ પર સૂતી હતી, અને સ્તનપાન કરી રહી હતી.
નાકમાં ધાવણ જવાથી થયું બાળકીનું મોત
જે દરમિયાન ઊંઘમાં ને ઊંઘમાં જ માતાનું ધાવણ તેણીના નાકમાં જતું રહ્યું હતું, અને શ્વાસ રૂંધાઇ જવાના કારણે માસુમ બાળકી બેશુદ્ધ બની ગઇ હતી. જેને સારવાર માટે આર્મી એરિયામાં આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવને લઇને આર્મી ના જવાન ના પરિવાર માં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઉપરોક્ત બનાવ અંગે આર્મી ના જવાન રવિ ખટાવકરે પોલીસને જાણ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે જામનગરની જી.જી.હોસ્પિટલમાં બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેના રિપોર્ટમાં નાકમાં ધાવણ જતું રહ્યું હોવાથી શ્વાસ રૂંધાઈ જવાના કારણે મૃત્યુ નિપજયું હોવાનો અહેવાલ મળ્યો હતો. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle