હાલમાં અફગાનિસ્તાનમાં ખુબ જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં અફઘાનીઓ એરપોર્ટ પહોંચી રહ્યા છે કે, કદાચ તેમને આ દેશથી કોઈ દ્વારા બહાર લઈ જવામાં આવે. કાબુલ એરપોર્ટની બહાર હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે આમથી આમ રખડી રહ્યા છે. જેમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. ત્યારે અમેરિકા અને અન્ય નાટો દેશોના દળો અફઘાનિસ્તાનથી લગભગ નીકળી ગયા છે, પરંતુ બચાવ મિશનને કારણે આ દેશોના સૈનિકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર હાજર છે.
આ દરમિયાન, હવે તાલિબાન દ્વારા અમેરિકાને ખુલ્લી ધમકી આપવામાં આવી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ ત્યાં ફસાયેલ લોકોને બચાવવાનું કામ ચાલુ છે. અમેરિકા અને અન્ય નાટો દેશોના દળો અફઘાનિસ્તાનથી લગભગ નીકળી ગયા છે. પરંતુ, બચાવ મિશનને કારણે આ દેશોના સૈનિકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર હાજર છે.
તાલિબાનના પ્રવક્તા સોહેલ શાહીન દ્વારા સોમવારે કતારમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે, જો અમેરિકા તેના સૈનિકોને પાછા ખેંચવામાં વિલંબ કરે છે તો તેને તેનું પરિણામ ભોગવવું પડશે. તાલિબાન દ્વારા છેલ્લી મુદત 31 ઓગસ્ટની જ જાહેર કરવામાં આવી છે.
તાલિબાનને આ ધમકી ત્યારે આપવામાં આવી છે જ્યારે, એક તરફ તે વિશ્વના દેશોને સુરક્ષા આપવાની વાત કરી રહ્યા છે અને દરેકને પોતાનું દૂતાવાસ ચાલુ રાખવા માટે કહી રહ્યા છે. પરંતુ, આ વચ્ચે તે અમેરિકાને સમયમર્યાદામાં દેશ છોડવાની ચેતવણી આપી રહ્યું છે.
જોકે, અમેરિકાએ પહેલા કહ્યું હતું કે તેઓ 31 ઓગસ્ટ સુધી બચાવ મિશન પૂર્ણ કરીને પોતાના સૈનિકોને પાછા ખેંચી લેશે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જો મિશન પૂર્ણ નહીં થાય તો અમેરિકન સૈનિકો 31 ઓગસ્ટ પછી અફઘાનિસ્તાનમાં રહી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના નિવેદનમાં જણાવ્યું કે, અમારી અને સૈન્ય વચ્ચે આ વિશે ચર્ચા ચાલી રહી છે અમને આશા છે કે અમારે વધુ સમય માટે ત્યાં નહીં રહેવું પડે. બાઈડન દ્વારા અમેરિકી સૈન્યને આ મહિનાના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાં તેનું મિશન સમાપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જો બિડેને વધુમાં કહ્યું કે, યુએસ લશ્કરે છેલ્લા 24 કલાકમાં લગભગ 3,900 કર્મચારીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને યુએસ અને ગઠબંધનના વિમાનોએ 14 ઓગસ્ટથી લગભગ 28,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અમેરિકા દ્વારા 11 સપ્ટેમ્બર પહેલા અફઘાનિસ્તાન છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકન સૈનિકો પાછી ખેંચાયા બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો.
જાણવા મળ્યું છે કે, 5 હજારથી વધુ અમેરિકન સૈનિકો હજુ પણ કાબુલ એરપોર્ટ પર હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અમેરિકા ઉપરાંત નાટો દેશોના સૈનિકો પણ અહીં છે અને પોતપોતાના દેશોના નાગરિકોને બહાર કાઢવામાં રોકાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.