ગુજરાતને શર્મસાર કરતી ઘટના: દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરી આપી તાલીબાની સજા, જુઓ વિડીયો

Dahod Viral Video: ગુજરાતમાં છાસવારે તાલિબાની સજા આપવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે દાહોદ જિલ્લામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક પરિણીતાને (Dahod Viral Video) પ્રેમીને મળવા જવું ભારે પડ્યું હતું. પકડાઈ જતાં લોકોએ અર્ધલગ્ન કરીને બાઈક સાથે આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો.

એટલું જ નહીં આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાયરલ પણ કરવામાં આવ્યો હતો. જોકે, વાયરલ વીડિયોની જાણ થતાં જ પોલીસ કાર્યવાહી કરીને 15 લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

પ્રેમ સબંધ પકડાતા આપી તાલિબાની સજા
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણએ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષીય પરિણીતાને ગામમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.

ગત 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમીના ઘરે હાજર હતી ત્યારે આજુ બાજુના ગામના લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢીને તેને ઢોર માર માર્યો હતો. બાદમાં પરિણીતાને અર્ધ નગ્ન કરીને બાઈકના પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધી ગામમાં જાહેર રોડ પર ઘસડીને ઘરે લઈ ગયા હતા.

વિડીયો વાયરલ થતા 15 લોકો સામે કરવામાં આવી ફરિયાદ
આ ઘટનાનો કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. જે બાદ આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. વીડિયો વાઇરલ થતાની સાથે જ દાહોદ પોલીસે ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસ ભોગ બનનાર પીડિતા પાસે પણ પહોંચીને તેનું નિવેદન લીધું હતું. પોલીસે 15 લોકો સામે વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.