અસુરી બાપે જ દીકરીને ઝાડ પર લટકાવીને લાકડીઓ વડે માર્યો ઢોર માર- વિડીઓ જોઇને હદય કંપી ઉઠશે

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં માનવ જાતને શરમમાં મુકનાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને તેના પિતા અને ત્રણ ભાઈઓએ જાહેરમાં જ ઢોર માર મારવામાં આવ્યો હતો. કારણ કે તે તેના એક પ્રેમી સાથે જાણ કર્યા વિના જતી રહી હતી. તે થોડા થોડા સમયે પોતાના ઘરેથી કઈક જવા માટે નીકળી જતી હતી તે માટે ઘરના સભ્યોને શંકા જતી હતી. જેને લીધે ઘરના પરિવારે તેમને તાલીબાની સજા આપી હતી. આ સમગ્ર ઘટના અંગેનો વિડીઓ વાયરલ થતા પોલીસ પણ કાર્યવાહીમાં લાગી ગઈ છે. પહેલા પીડિત મહિલાને ગોતવામાં આવી હતી ત્યાર બાદ પીડિતાની ફરિયાદના આધારે પોલીસે પિતા અને ત્રણ ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ ઘટના ૨૮ જુનના રોજની છે. બોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીના લગ્ન ગામ ભુતખેડીમાં થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલા થોડા દિવસથી તેમના ઘરે હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ઘરના સભ્યોને જાણ કર્યા વગર કોઈને મળવા જતી હતી. જેમને આધારે પીડીતાના પિતા અને ભાઈઓ રોષે ભરાયા હતા.

આ કેસમાં પીડિતાને પિતા અને ત્રણ ભાઈઓએ તેમની ચારિત્રને લઈને શંકાને લઈને જાહેરમાં માર માર્યો હતો. પિતા અને ભાઈઓ પરિવાર અને ગ્રામજનોની હાજરીમાં યુવતીને ખેતરમાં લઈ ગયા. તેની કમરની દોરડું બાંધી એક ઝાડ પર લટકાવી દીધી. કમરની ફરતે બીજું એક લાંબુ દોરડું બાંધી દીધું હતું. જેમના આધારે પરણિત મહિલાને ઝૂલતા તે બેભાન ન થઈ ત્યાં સુધી લાકડી વડે માર માર્યો હતો.

મહિલાને માર મારતા તે વારંવાર ચીસો પાડતી રહી અને બચાવવાની ખુબ જ વિનંતી કરી રહી હતી. જોકે ગામનો એક પણ વ્યક્તિ આ મહિલાને બચાવવા માટે આગળ આવ્યો ન હતો. ઘટના સ્થળે રહેલા લોકોને આ ઘટના અંગેનો વિડીઓ પણ પોતાના ફોનમાં કેદ કર્યો હતો. ગામલોકોની સાથે અન્ય મહિલાઓ પણ મૂંગી રહીને આ ક્રુરતાને જોઈ રહી હતી.

આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીઓ વાયરલ થતાની સાથે જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પીડિતાની શોધ કરવામાં આવી હતી. એએસપી બિટ્ટુ સહગલે કહ્યું કે, આ સમગ્ર ઘટના અંગે પીડિતે ફરિયાદ નોંધાવી હતી. તેમના પિતા અને તેમના ભાઈઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ટીઆઈ રામજી મિશ્રાએ જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ ભાદવીની કલમ કલમ 355, 294, 323, 506 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે, સામાન્ય કલમને કારણે તમામ આરોપીને જામીન મળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *