હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. તાલિબાને અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો કરવામાં આવ્યો છે. તાલિબાને અત્યાર સુધીમાં 34માંથી કુલ 12 પ્રાંત પર કબજો કર્યો છે. કંધાર પર તાલિબાને ગુરુવારની મોડી રાત્રે કબજો કર્યો છે. આ વિશે ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈ ગુરુવારે એકવાર ફરી એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
કંધારની જીત તાલિબાનની અત્યારસુધીની સૌથી મોટી સફળતા:
એજન્સીને નામ ન આપવાની શરતે અફઘાનિસ્તાનના અધિકારીઓ દ્વારા આ ઘટનાક્રમની માહિતી આપવામાં આવી છે. તાલિબાને ગુરુવારે અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર તેમજ કાબુલ નજીક રણનીતિક પ્રાંતીય રાજધાની કંધાર પર કબજો કર્યો છે.
કંધારમાં થોડા સમય અગાઉ જ અમેરિકન સૈન્યનું મિશન પૂરું થયું હતું. ત્યારબાદ અહીં તાલિબાને કબજો કર્યો છે. હેરાત પર કબજો જમાવ્યા બાદ કંધાર પર જીત મેળવવી એ તાલિબાનની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. તાલિબાને કંધાર અગાઉ અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીમાંથી 12ને એક સપ્તાહમાં જ કબજે કરી લીધી છે.
કાબુલનો સંપર્ક દેશના દક્ષિણ પ્રાંતોથી કપાઈ ગયો:
તાલિબાને ઐતિહાસિક શહેરમાં મહાન મસ્જિદ પર કબજો કર્યો છે. આ મસ્જિદ ખૂબ પ્રાચીન છે. એને એક સમયે સિકંદરે લૂંટી હતી. તાલિબાને કંધારની સરકારી ઈમારતો પર કબજો કર્યો છે. ઘટનાને નજરે જોનાર લોકો કહે છે કે, ઈમારતમાંથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો, જ્યારે બાકીનું શહેર વિદ્રોહીઓના નિયંત્રણમાં ચાલ્યુ ગયું છે.
કર્મચારીઓને બચાવવા USએ 3000 સૈનિકને મોકલ્યા:
અફઘાનિસ્તાનમાં સુરક્ષા પરીસ્થિતિ ઝડપથી બગડ્યા બાદ અમેરિકાએ કાબુલમાં તેની એમ્બેસીના કર્મચારીઓને કાઢવામાં મદદ કરવા માટે કુલ 3,000 સૈનિકોને મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગનના પ્રવકત્તા જોન કિર્બી જણાવે છે કે, નેવીને 2 બટાલિયન આગામી બે દિવસમાં કાબુલ એરપોર્ટ પર પહોંચી જશે કે, જે એમ્બેસીમાંથી કર્મચારીઓને નીકળવામાં મદદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.