પ્રેમ પ્રકરણમાં ‘તાલીબાની સજા’- ગોધરામાં યુવકોને થાંભલા સાથે બાંધી…

ભારત(India)માં હાલ લોકો પોલીસ(Police)ની બીક રાખ્યા વગર જ કાયદાઓને હાથમાં લેતા જોવા મળી રહ્યા છે. પોલીસ અને ન્યાયતંત્ર ન્યાય આપે તે પહેલા લોકો જ ન્યાય…

ભારત(India)માં હાલ લોકો પોલીસ(Police)ની બીક રાખ્યા વગર જ કાયદાઓને હાથમાં લેતા જોવા મળી રહ્યા છે. પોલીસ અને ન્યાયતંત્ર ન્યાય આપે તે પહેલા લોકો જ ન્યાય કરતા થઇ ગયા છે. આ દરમિયાન તેઓ નિર્દયતાની હદ પણ વટાવી દેતા દેખાય છે. ત્યારે જાણવા મળ્યું છે કે, પંચમહાલ(Panchmahal)માં પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવામાં આવી હતી. પંચમહાલમાં યુવકોને થાઁભલા સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતો જોવા મળી રહ્યો છે.

હાલ પંચમહાલનાં ગોધરા તાલુકાના ઓરવાળામાં યુવકોને થાંભલા સાથે બાંધી માર મારવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમ પ્રકરણના કારણે ત્યાના યુવકોને ક્રુરતા રીતે પ્રાણીઓને બાંધે તે રીતે યુવકોને થાંભલા સાથે બાંધ્યા હતા. ત્યાર પછી ગામના લોકોએ તે યુવકોને લાકડી વડે ઢોર માર માર્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જયારે વાયરલ થયેલ વીડિયોમાં જોઈ શકાય કે લોકો રાક્ષસ બની માર મારી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા ગોધરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગોધરા તાલુકા પોલીસ દ્વારા આ બનાવ અંગે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને તેની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *