ઘોર કળયુગ: 11 વર્ષની દીકરી સાથે પિતાએ જ આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના વિગતે

Tamil Nadu Crime News: સંબંધોને કલંકિત કરતા સમાચાર આવી રહ્યા છે. જેમાં સાવકા પિતા તેની પુત્રીનું વારંવાર યૌન શોષણ કરી રહ્યો હતો. જે બાદ બાળકીએ (Tamil Nadu Crime News) રડતાં રડતાં તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ તેનો પર્દાફાશ થયો હતો.

વિરુધુનગરની 11 વર્ષની છોકરી, છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતાનું અવસાન થયું હતું જે બાદ તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. ત્યારે માતાના બીજા પતિએ તે 11 વર્ષની છોકરીને શારીરિક અડપલાં કર્યા હતા.

પીડિત યુવતીએ આ ઘટના અંગે તેની માતાને જાણ કરી હતી. આ પછી તમામ બાબતો સામે આવી. જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે વિરુધુનગર પોલીસે ‘પોક્સો’ કેસમાં તેની ધરપકડ કરી હતી.