PM Modi Road Show: તમિલનાડુના કોઈમ્બતુર પ્રશાસને બીજેપીને PM મોદીને રોડ શો(PM Modi Road Show) યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોઈમ્બતુર શહેર પોલીસને 18 માર્ચે પીએમ મોદીના 3.6 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવાની મંજૂરી માંગતી અરજી આપી હતી.પરંતુ કોયંમ્બતુર તંત્રએ સુરક્ષાના જોખમો સહિતના વિવિધ કારણો દર્શાવીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.
1- સુરક્ષા ખતરો
2- કોઈમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ
3- સામાન્ય જનતાને પડતી સમસ્યાઓ
4- રોડ શોના રૂટ પર આવેલી શાળાઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી
રોડ શો અહીં સમાપ્ત થવાનો હતો
આ રોડ શો લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના દક્ષિણ ભારત પ્રવાસનો ભાગ હતો. ભાજપે આ ટેક્સટાઈલ સિટીમાં 3.6 કિમી લાંબા રોડ શો માટે પરવાનગી માંગી હતી.વહીવટી તંત્રનું કહેવું છે કે 18 અને 19 માર્ચે વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષાઓ પણ લેવામાં આવશે અને જે માર્ગ પર રોડ શોનો પ્રસ્તાવ છે ત્યાં ઘણી શાળાઓ પણ આવેલી છે.
1998માં અહીં બ્લાસ્ટ થયા હતા
આરએસ પુરમમાં આ એ જ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરી હતી. બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે તે જગ્યાએ સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.
ભાજપનો પ્રસ્તાવિત રોડ શો આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો. આરએસ પુરમ એ જ જગ્યા છે જ્યાં 1998માં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. તદુપરાંત, કોઈમ્બતુરની સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પ્રકૃતિને જોતાં, કોઈપણ રાજકીય પક્ષ અથવા જૂથને રોડ શો યોજવાની મંજૂરી આપવામાં આવી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App