તમિલનાડુ(Tamil Nadu)ના ચેંગલપટ્ટુ(Chengalpattu)માંથી એક ચોંકાવનારો વિડીયો(Video) સામે આવ્યો છે. વિડીયોમાં વિદ્યાર્થીઓને બસની બારી અને દરવાજા પર ખતરનાક રીતે લટકતા જોઈ શકાય છે. વિડીયોમાં થોડીક સેકન્ડ પછી તમે જોશો કે માત્ર એક વિદ્યાર્થી નીચે પડ્યો હતો. સદનસીબે તે બચી ગયો. આ વિડીયો ખુબ જ ડરામણો છે કે, આ વિદ્યાર્થીઓએ જીવ જોખમમાં મૂકીને કેમ મુસાફરી કરવી પડી છે. બસની પાછળ એક વાહનમાં સવાર એક વ્યક્તિએ આ વિડીયો સોશિયલ મીડિયા(Social media) પ્લેટફોર્મ પર અપલોડ કર્યો અને વિડીયો વાયરલ થયો.
Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs
— Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022
વાયરલ થયેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, બસમાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે અને આ દરમિયાન જ એક બાળક ચાલુ બસમાંથી નીચે પડી જાય છે. પરંતુ બાળકને કોઈ ગંભીર ઈજા થઇ નથી જે એક રાહતના સમાચાર કહી શકાય. આ પ્રકારે જીવને જોખમમાં મુકીને બાળકોને મુસાફરી કરવી પડી રહી છે તો પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલા લેવા જોઈએ.
આ વિડીયો જોઇને સૌ કોઈ હેરાન થઇ જશે. પરંતુ બસમાંથી નીચે પડેલ બાળક સદનસીબે બચી જાય છે. વિડીયોમાં વિદ્યાર્થીઓને બસની બારી અને દરવાજા પર ખતરનાક રીતે લટકતા જોઈ શકાય છે. આ કાળજું કંપાવી દે તેવો આ વિડીયો જોઇને સૌ કોઈ હેરાન પરેશાન થઇ ગયા છે.
હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.