વડોદરા(ગુજરાત): સોમવારે નેશનલ હાઇવે નંબર 48 પર પુરઝડપે આવેલા એક ડમ્પરે મોપેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક મૂળ તાંદલજાનો અને હાલ વાપીની એક કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ડમ્પરે એક મોપેડને પારડીના ખકડી ગામે હાઇવ પર એપીકલ હોટલની સામે ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલક યુવકને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જોકે યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક યુવક પાસે મળેલા લાઇસન્સ અને આધાર કાર્ડના આધારે તેનું નામ શેખ શોએબ અજીમનો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત પછી ડમ્પર ચાલક ડમ્પર લઇ ફરાર થય ગયો હતો. ડમ્પરના નંબરના આધારે પોલીસે ચાલકની શોધખોળ હાથ ધરી છે. સૂત્ર દ્રારા જાણવા મળ્યું હતું કે, વાપીની ન્યુટેક સેલ્સ સપોર્ટ કંપનીમાં મૃતક શોએબ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. વાપીના છીરીમાં આશ્રય સ્ટેમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો.
અજીમ શેખના પરિવારમાં પત્ની અને 3 પુત્રીઓ છે. તેમની વચ્ચે માત્ર 1 પુત્ર શોએબ હતો. બુધવારે શોએબ ઈદ હોવાથી મંગળવારે વડોદરા આવવાનો હતો. પરંતુ આ પહેલાં જ આ ઘટના બની હતી. તેથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ ફરી વળ્યો હતો. પિતા અજીમ શેખને કમરની સમસ્યા હોવાથી પુત્ર શોએબે તેમને ડ્રાઈવિંગ કરવાની ના પાડી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે પોતાની બહેનોના લગ્નની જવાબદારી માથે લઈ નોકરી પર લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.