ઉદયપુર: ગોવર્ધનવિલાસ પોલીસ સ્ટેશન વિસ્તારના નેલા ગામ નજીક સવારે ઓવરટેક કરતી વખતે એક ટેન્કર ટ્રેલર સાથે અથડાયું હતું. અકસ્માતમાં ટેન્કર ચાલકનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. ટેન્કર દ્રાવક કેમિકલથી ભરેલું હતું. લીક અંગેની માહિતી મળતા જ બે ફાયર ટેન્ડર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન ઉદયપુર-અમદાવાદ હાઇવે લગભગ 1 કલાક સુધી ટ્રાફિકથી જામ રહ્યો હતો.
જાણવા મળ્યું છે કે, કેમિકલ ભરીને ટેન્કર મદ્રાસથી ગુજરાતના બરોડા જઈ રહ્યું હતું. આ દરમિયાન, ડ્રાઇવરને જોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતા ટ્રેલર સાથે ટેન્કર ટકરાયું હતું. ટેન્કરની ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઈવરનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું. જોકે, અકસ્માતમાં ટ્રેલર ચાલક-હેલ્પર સુરક્ષિત રીતે બચી ગયા હતા. તેને નાની મોટી ઈજાઓ થઈ છે.
માહિતી મળતા જ ગોવર્ધનવિલાસ પોલીસ સ્ટેશનના એએસઆઈ મનોહરલાલ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે શબની ઓળખ ગુજરાતના સલોન જિલ્લાના બડૌલ ગામના રહેવાસી શુભમ ઠાકુર તરીકે કરી છે. પોલીસ દ્વારા મૃતદેહને એમબી હોસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યો હતો. સ્વજનોના આગમન બાદ જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
આ ઉપરાંત અકસ્માત બાદ ટેન્કરમાં ભરેલું દ્રાવક લીક થવા લાગ્યું હતું. જેના કારણે મહાનગરપાલિકાની 2 ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. એક કલાકની મહેનત બાદ ગેસ લીકેજ અટકાવી શકાયુ હતું. ત્યારબાદ પોલીસ દ્વારા બ્લોક કરેલો હાઇવે ખોલવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.