SuratAccident: સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટનાની માહિતી સામે આવી છે. સુરતના સચિન પલસાણા નજીક એક કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર ચાલક ટેન્કરના કેબિનમાં ફસાય ગયો હતો. ફાયર વિભાગ દ્વારા પતરું કાપીને ટેન્કર ચાલકનું રેસ્ક્યૂ કરવામાં(SuratAccident) આવ્યું હતું. જેનો દર્દનાક વિડીયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર સુરતના સચિન પલસાણા હાઇવે ઓવરબ્રિજ પાસે ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક કેબિનમાં ફસાય ગયો હતો. અકસ્માતની જાણ થતા જ ઘટના સ્થળે એબ્યુલન્સ સાથે પોલિસ પણ પહોંચી હતી.
સુરતમાં કાર સાથે ટક્કર થતાં ટેન્કર ચાલક કેબિનમાં દબાયો
ફાયર વિભાગ દ્વારા પતરું કાપી કઢાયો બહાર#Surat #ViralVideo pic.twitter.com/Od5JTZfdJa— Priykant Journalist (@Priykantnews) August 14, 2024
તો બીજી તરફ આ અકસ્માતની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા કેબિનનું પતરું કાપી ટેન્કર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App