આ તો ‘પુષ્પા’નો પણ બાપ નીકળ્યો: બુટલેગરે દારૂ સંતાડવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે… – પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

Liquor smuggling in milk tanker in Valsad: દારૂ (Alcohol) નું વેચાણ કરવા માટે બુટલેગર (Bootlegger) તેમજ દારૂનો જથ્થો પહોંચાડનાર ખેપિયાઓ પોલીસ (Police) થી બચવા માટે નતનવી…

Liquor smuggling in milk tanker in Valsad: દારૂ (Alcohol) નું વેચાણ કરવા માટે બુટલેગર (Bootlegger) તેમજ દારૂનો જથ્થો પહોંચાડનાર ખેપિયાઓ પોલીસ (Police) થી બચવા માટે નતનવી તરકીબો અજમાવતા રહેતા હોય છે ત્યારે હવે વલસાડમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. આ વખતે જ્યારે પોલીસે બુટલેગરને પકડ્યા ત્યારે બીજા કોઈ વાહનો નહીં પરંતુ દૂધના ટેન્કર માંથી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

દૂધના ટેન્કર માંથી ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જોકે જે વ્યક્તિ આ ટેન્કર ચલાવી રહ્યું હતું તે ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો છે, હાલ તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાને અંગે મળેલી માહિતી મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં દારૂની છૂટ હોવાથી, ગુજરાત રાજ્યમાં છુપાવીને દારૂ લાવામાં આવી રહ્યો હતો.

પરંતુ પોલીસે બોર્ડર પર જ બુટલેગર અને વિદેશી દારૂ ગુજરાતમાં લાવે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા. વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીને આધારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પોલીસે વલસાડ દૂધ ફેક્ટરીની નજીક વોચ ટેન્કર ગોઠવી હતી. ત્યારે આ દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગ નો ગુજરાત ડેરી લખેલું એક દૂધનું ટેન્કર હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. 

પોલીસને તેના પર શંકા થતા તેઓએ આ ટેન્કરનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. પોલીસને પાછળ આવતા જોઈને ટેન્કર ચાલક ટેન્કર ઝડપે ભગાવી રહ્યું હતું, પરંતુ પૂરી તૈયારી સાથે પહોંચેલી પોલીસે પીછો કરતા આખરે ટેન્કર ચાલક એક સુગર ફેક્ટરી નજીક ટેન્કર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ટેન્કરની તપાસ કરતા મોટી સંખ્યામાં ટેન્કર માંથી વિદેશી દારૂ ઝડપાયો છે, હાલ ટેન્કર ચાલકની અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *