બુટલેગર પોલીસ સ્ટેશન ગયો અને પોલીસકર્મી ઝડપાયો- સુરતમાં કાપોદ્રા પોલીસના કોન્સ્ટેબલે 1.92 લાખનો કર્યો તોડ

1.92 lakh stolen by constable: ગુજરાતમાં દારૂબંધી ખાલી ચોપડા પુરતી છે.”રક્ષક બન્યા ભક્ષક” તેનું ઉદારહણ સુરતના કાપોદ્રા વિસ્તારના એક કોન્સ્ટેબલે વરાછાના PI બની એક બુટલેગર…

1.92 lakh stolen by constable: ગુજરાતમાં દારૂબંધી ખાલી ચોપડા પુરતી છે.”રક્ષક બન્યા ભક્ષક” તેનું ઉદારહણ સુરતના કાપોદ્રા વિસ્તારના એક કોન્સ્ટેબલે વરાછાના PI બની એક બુટલેગર ને પાસા કરાવી દેવાની ધમકી આપી 2 લાખનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર મામલે બુટલેગર કાપોદ્રા પોલીસ મથકે(1.92 lakh stolen by constable) ફરિયાદ કરવા જતા તેણે ત્યાં તોડ કરનાર કોન્સ્ટેબલને જોતા ભાંડો ફૂટી ગયો હતો.જેમાં બુટલેગરે કાપોદ્રા પોલીસના કોન્સ્ટેબલના સહિત 3 સામે ગુનો નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી.

મુળ ભાવનગરના અને હાલ ઉત્રાણના રિવેરા એપાર્ટમેન્ટમાં રહેતા અજય સવાણી ઓનલાઇન સાડીનો ધંધો કરી રહ્યા છે. જેમાં અજયને વધારે કામ ન મળતા તેઓ દારૂનો ધંધો કરવા લાગ્યો હતો. ગત તારીખ 23મી જુલાઈ ના રોજ બપોરે અજાણ્યાએ ફોન કરીને દારૂ મંગાવ્યો હતો. અજયે અજાણ્યાને નાના વરાછા ચોપાટી પાસે બોલાવ્યા હતા. ત્યાં અજય બોટલ આપવા પણ ગયો હતો.

થોડી જ વારમાં બીજીવાર ફોન આવતા અજય નાના વરાછાની તુલસી હોટેલ પાસે બીજી બોટલ આપવા માટે પણ ગયો હતો. અજય અજાણ્યાને દારૂ આપવા જઇ રહ્યો હતો ત્યારે ત્યાં એક યુવકે તેનો કોલર પકડીને શું છે તારી પાસે..? કહી ગાળો આપી હતી. તેણે અજયને કારમાં બેસાડીને ધમકાવ્યો હતો.

અમારી પાસે બીજી 10 બોટલ છે તે તારા નામે કરીને તને પાસા કરાવી દઇશ કહીને 5 લાખ માંગ્યા હતા. 2 લાખમાં સમાધાન થતા અજયે મિત્રો તેમજ ઘરેથી દવાખાનાનું કહીને 2.02 લાખ મંગાવી ત્રણેય અજાણ્યાને આપ્યા હતા. રૂપિયા લઇ ત્રણેયએ અજયને છોડીને ભાગી ગયા હતા.

બુટલેગર અજય સવાણી બે દિવસ પહેલા ફરિયાદ આપવા માટે કાપોદ્રા પોલીસ મથકે ગયો હતો.ત્યાં 12 દિવસની રજા બાદ હાજર થયેલા ચિંતન રાજ્યગુરુને જોઇ ગયો હતો. અને તેને જોઈ ને તેને જોરથી બુમ પાડી કે, ‘મારી સાથે રૂપિયાનો તોડ કરનાર આ વ્યક્તિ હતો ’તેની સાથે જ ત્યાં પોલીસના અન્ય માણસો પણ ભેગા થઇ ગયા હતા. ત્યારપછી કાપોદ્રા પોલીસે ચિંતન રાજ્યગુરુ તેમજ તેના બે મિત્રોની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *