હૈદરાબાદમાં મેઘરાજાનું મેઘતાંડવ, મોતનો આંકડો 50ને પાર…

ભારત દેશનાં હૈદરાબાદ શહેરમાં મુશળાધાર વરસાદ વરસ્યા બાદ અમુક સમય માટે વિરામ લીધો હતો. એ પછી ફરીથી મુશળાધાર વરસાદ વરસવાનું ચાલુ થયું છે. નોંધનીય છે કે, આ સપ્તાહનાં પ્રારંભમાં શહેરનાં અનેક ભાગોમાં ભારે વરસાદ તેમજ પૂરનો પ્રકોપ મચ્યો છે. તે સમયે આ દરમિયાન શનિવાર અને રવિવારે ફરીથી વરસાદ વરસવાને લીધે શહેરનાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને લીધે જનજીવન ઉપર ઉંડી અસર નોંધાઈ છે.

વરસાદનું રૌદ્ર સ્વરૂપ બહાર આવ્યું…

હૈદરાબાદ શહેરનાં માર્ગો ઉપર પાણીનાં ભરાવને લીધે વાહન વ્યવહાર તેમજ લોકોને બહુ હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બહુ વરસાદ તેમજ પૂરનાં લીધે મૃતકોની સંખ્યા 50ને વધી ગઈ છે.

નોંધનીય છે કે, હૈદરાબાદ શહેર અતિ ભારે વરસાદને લીધે માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચારેય બાજુ અતિ ભારે તારાજીનાં દ્વશ્યો જોવા મળ્યા હતો. સમગ્ર હૈદરાબાદ શહેર સમુદ્રમાં ફેરવાયું હતું, વરસાદનાં લીધે જનજીવનને પણ બહુ ભારે અસર પહોંચી હતી. નોંધનીય એ છે કે, રાહત તેમજ બચાવ કાર્ય ચાલુ છે.

નોંધનીય એ છે કે, હૈદરાબાદ શહેરમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ચંદ્રાયગુટ્ટા વિસ્તારની છે. અધિકારીક આંકડાઓ મુજબ હૈદરાબાદ શહેરમાં વરસાદ-પૂરનાં લીધે હાલ સુધી 50 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. ઉલ્લેખનીય એ છે કે, શનિવારનાં દિવસે મેડચલ મલ્કાજગિરી જિલ્લાનાં સિંગાપુર ટાઉનશીપમાં 157.3 મીમી તેમજ શહેરનાં ઉપ્પલની નજીકનાં બાંદલાગુડામાં 153 મીમી વરસાદ પડ્યો છે, તેની સાથે શહેરનાં અનેક વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્ર રાજ્યનાં અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ
મહારાષ્ટ્ર રાજ્ય પણ મૌસમની મારથી હાલ-બેહાલ થયું છે. મહારાષ્ટ્ર રાજ્યનાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસવાને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્ર રાજ્યનાં બારમતીમાં તો વરસાદનું એવું તાંડવ જોવા મળ્યું આખો પુલ વહી જ ગયો, આ પૂલ તૂટવાને લીધે 15 ગામો સાથેનો સંપર્ક સાવ તૂટી ગયો છે. છેલ્લા 3 દિવસમાં પુણે, ઔરંગાબાદ તેમજ કોંકણ સંભાગોમાં અતિ ભારે વરસાદ તેમજ પૂરથી 48 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે બીજી બાજુ લાખો હેક્ટરમાં વાવેલાં પાક સાવ નાશ પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *