શું કોરોના થોડા દિવસોનો જ મહેમાન છે? વૈજ્ઞાનીકોએ કર્યો સૌથી મોટો દાવો

Published on: 12:46 pm, Mon, 19 October 20

કોરોના વેક્સીન  બનાવતા વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે, ભારતમાં એક કરોડ 6 લાખથી વધુ કેસ નહીં હોય. હાલમાં, સંક્રમિત લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વભરમાં બીજા ક્રમે છે. દેશમાં કોરોના સંક્રમિત કેસો હાલમાં 75 લાખને પાર કરી ગયા છે.

કોરોના વાયરસના સંક્રમણ અંગે ભારતના વૈજ્ઞાનિકોએ મોટો દાવો કર્યો છે કે, આ મહામારી ફેબ્રુઆરી-૨૦૨૧ સુધીમાં ભારતમાં સમાપ્ત થઈ શકે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનીકોએ એવો દાવો પણ કર્યો છે કે, ભારતમાં કોરોનાનો સૌથી ખરાબ તબક્કો પસાર થઈ ચુક્યો છે. સરકારની કોરોના કમિટીમાં સમાવિષ્ટ વૈજ્ઞાનિકો કહે છે કે, કોરોના ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધીમાં સમાપ્ત થઈ જશે. હાલમાં કોરોનાના કેસોમાં ઝડપી રીતે ઘટાડો થઈ રહ્યો છે.

સરકારી સમિતિએ દાવો કર્યો છે કે, ભારતમાં એક કરોડ 6 લાખથી વધુ કેસ નહીં આવે. હાલમાં, દેશમાં કોરોના સંકાર્મીતોની સંખ્યા 75 લાખની નજીક પહોંચી ગઈ છે, જ્યારે વિશ્વમાં કોરોના મહામારીમાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ભારત પ્રથમ ક્રમે છે.

સારવારમાંથી સ્વસ્થ થનારાઓનો દર 88.03 ટકા પર પહોંચી ગયો છે. તથા, દેશ માટે કોરોનાને લગતા એક સારા સમાચાર એ છે કે, સમગ્ર દેશભરમાં જલદીથી કોરોના રસી પહોંચાડવાની તૈયારી પણ ચાલી રહી છે. ત્રણ સ્વદેશી કોરોના રસીઓના પરિક્ષણ આગળ વધ્યા છે, જેમાંથી બે રસીના પરીક્ષણો તબક્કો-2 માં પણ પહોંચી ગયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, દેશમાં હવે લોકડાઉનની જરૂર નથી. આ અહેવાલ મુજબ, જો સરકારની ‘કોરોના ગાઈડલાઇનસ’નું પાલન કરવામાં આવે તો દેશમાં કોરોના સંક્રમિત કેસને ૨૦૨૧ ની શરૂઆતમાં જ નિયંત્રિત કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle