ટાર્ગેટ પૂરો ન થતા કંપનીએ કર્મચારીઓને આપી તાલીબાની સજા; વિડીયો જોઈ રુંવાડા ઉભા થઈ જશે

Employees Punished Video: કેરલના કોચ્ચિ શહેરમાં આવેલી એક માર્કેટિંગ કંપનીની ભયાનક અને અમાનવીય કાર્યશૈલી સામે આવી છે. આ કંપનીમાં કર્મચારીઓ (Employees Punished Video) સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જેમાં માનવાધિકારોની ગંભીર રીતે નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ સામે આવેલા એક વીડિયો ફુટેજમાં આ અમાનવીય વ્યવહારની પોલ ખુલી ગઈ છે. જેમાં દેખાય છે કે, કેવી રીતે ટાર્ગેટ પુરો ન થતાં કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.

જુઓ તો ખરા! માનવતા મારી ગઈ
કલૂર જનતા રોડ પર આવેલી આ કંપનીની શાખામાંથી મળેલા ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કર્મચારીઓ સાથે જાનવર જેવો વ્યવહાર કરવા માટે મજબૂર કરી રહ્યા છે. જ્યાં કર્મચારીઓના ગળામાં પટ્ટા, આવી જ હાલતમાં પાણી પીવા માટે મજબર કર્યા, એટલું જ નહીં તેમના જમીન પર પડેલા સડેલા ફળ ઉઠાવીને ચાટવા માટે મજબૂર કર્યા. આ ભયાનક કાંડ કરવા પાછળનો ઉદ્દેશ્ય તેમને ડરાવીને આગામી ટાર્ગેટમાં સારુ પ્રદર્શન કરાવવાનો હતો. કર્મચારીઓને માનસિક રીતે એ હદે પ્રતાડિત કર્યા કે અપમાનજનક કૃત્ય કરવા તૈયાર થઈ જાય.

માનવતાને શરમાવે તેવા અત્યાચારો
આ ઘટનાઓમાં સૌથી ઘૃણાસ્પદ બાબત એ હતી કે કેટલાક કર્મચારીઓને રૂમની વચ્ચે પોતાનું પેન્ટ કાઢી નાખવા અને એકબીજાના ગુપ્તાંગ પકડી રાખવા જેવા અમાનવીય કૃત્યો કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. વધુમાં, તેમને અપમાનજનક કાર્યો કરવા માટે કહેવામાં આવ્યું હતું જેમ કે કોઈ બીજાના ચાવેલા ફળ ચાટવા, ફ્લોર પરથી સિક્કા ચાટવા અને કૂતરાની જેમ પેશાબ કરવો.

આવા અમાનવીય અત્યાચારો ફક્ત પુરુષો પર જ નહીં, પણ સ્ત્રીઓ પર પણ થયા છે. આ ફક્ત જાતીય સતામણી કે માનસિક સતામણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે એક સંગઠિત સંસ્થાકીય શોષણનો એક ભાગ છે જે સિસ્ટમના નામે કર્મચારીઓ પર લાદવામાં આવી રહ્યું છે.

ઓછો પગાર, ઊંચા ટાર્ગેટ
આ કંપનીમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ ખૂબ જ ઓછા પગાર પર કામ કરે છે. એક સામાન્ય કર્મચારીને દર મહિને માત્ર ₹6,000 થી ₹8,000 પગાર મળે છે જ્યારે તેમને આખો દિવસ ઘરે ઘરે જઈને માર્કેટિંગનું કામ કરાવવામાં આવે છે. આમ છતાં, જો તેઓ તેમના ટાર્ગેટને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તેમને શોષણ અને ધમકીઓનો સામનો કરવો પડે છે. કંપની સતત ઉચ્ચ પદ અને ઉચ્ચ પગારની લાલચ આપીને તેમના પર માનસિક દબાણ લાવે છે. પરંતુ વાસ્તવમાં, તે માત્ર એક લાલચ છે, જેના દ્વારા કર્મચારીઓને શોષણના દુષ્ટ વર્તુળમાં ફસાવવામાં આવે છે.

ભય અને ધાકધમકીનું વાતાવરણ
ઘણા કર્મચારીઓ આ અમાનવીયતા સામે અવાજ ઉઠાવતા નથી કારણ કે તેમને ડર છે કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અથવા કોઈ પ્રકારનો ખતરો આવી શકે છે. જે લોકો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે તેમને વધુ ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવે છે. કંપનીમાં ભયનું વાતાવરણ સર્જાયું છે જ્યાં શોષણને “પ્રેરણા” અથવા “સુધારણા” તરીકે રજૂ કરવામાં આવે છે.

માનવ અધિકાર સંગઠનો તરફથી પ્રતિભાવ
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, વિવિધ માનવાધિકાર સંગઠનોએ આકરી પ્રતિક્રિયા આપી છે અને સ્થાનિક વહીવટીતંત્રને આ મામલે વહેલી તકે તપાસ શરૂ કરવાની માંગ કરી છે. આ સાથે, ભવિષ્યમાં કોઈપણ કર્મચારી સાથે આવો દુર્વ્યવહાર ન થાય તે માટે કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.