સુરત(Surat): બારડોલી(Bardoli)ની ઉકા તરસાડીયા યુનિવર્સિટી(Uka Tarsadiya University) દક્ષિણ ગુજરાતની ખાનગી યુનિવર્સિટી પૈકીની એક છે. ખૂબ જ જાણીતી એવી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇન(Interior design) ફેકલ્ટીના વિદ્યાર્થીઓને દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી(Surat District Collectorate) ખાતે અધિક કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિભાગના એચઓડી ડીંજલ વાડીવાળા વિદ્યાર્થીઓ પાસે અંગત અને સોશિયલ મીડિયામાં ગરેકાયદેસર કામ કરાવે છે. એમના અભ્યાસમાં ન આવતા એવા ખોટા કામો આગ્રહપૂર્વક કરાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓને સતત એટીકેટી આપી દેવાની ધમકી આપે છે. ડિરેક્ટર અને પ્રિન્સિપાલને રજૂઆત કરવા છતાં મેડમને છાવરે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિભાગના એચડી ડીંજલ વાડીવાલા દ્વારા તેમના ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સતત દબાણ આપીને અન્ય કામો કરાવ છે. કોલેજના અન્ય વિભાગના શિક્ષકો યોગ્ય રીતે ભણાવતા ન હોવાનું વિદ્યાર્થીઓ પાસે દબાણ કરીને તેમના વિરોધ ફરિયાદ કરવાનું કહેતા હતા.
વિદ્યાર્થીઓ સાથે થયેલી વાત મુજબ તેમણે કહ્યું કે, સિનિયર વિદ્યાર્થીઓ પણ સતત મેડમના વર્તનથી માનસિક ત્રાસ અનુભવતા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ડીંજલ વાડીવાળાને લઈને અમે અનેક વખત અમારા ડિરેક્ટર અને પ્રિન્સિપાલને રજૂઆત કરવા છતાં પણ તેઓ મેડમને છાવરે છે, એમની સામે કોઈ નક્કર પગલા લેતા નથી.
શિક્ષિકાએ કહ્યું કે, ખોટા આક્ષેપ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ:
ઈન્ટીરિયર ડિઝાઈનિંગના એચઓડી ડીંજલ વાડીવાળાએ જણાવતા કહ્યું કે, મારા દ્વારા વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારનું કામ સોંપવામાં આવ્યું નથી. મે તેમને હાજરી ઓછી હોવાના કારણે હાજર રહેવા માટે વારંવાર કહ્યું હતું. માનસિક ત્રાસ મારા દ્વારા આપવામાં આવ્યો હોય એ વાત એકદમ પાયાવિહોણી છે. વિદ્યાર્થીઓ મારા પર ખોટા આક્ષેપ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.