દિવાળી પહેલા સુરત પોલીસ થઇ સક્રિય, અફીણ અને ગાંજાની હેરાફેરી કરી રહેલા 3 આરોપીને દબોચ્યા

સુરત(Surat): શહેરમાં નશીલા પદાર્થો(Drugs)નું વેચાણ વધી રહ્યું છે જેમાં સુરત પોલીસ દ્વારા આ મામલે કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે અને અનેક ગુનાઓ…

સુરત(Surat): શહેરમાં નશીલા પદાર્થો(Drugs)નું વેચાણ વધી રહ્યું છે જેમાં સુરત પોલીસ દ્વારા આ મામલે કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે અને અનેક ગુનાઓ ઉકેલાય પણ છે. ત્યારે વધુ નશીલા પદાર્થોનું વેચાણ માટે લાવનાર ઈસમો ઝડપાયા હતા.

સુરતના પુણા પોલીસ મથક(Puna Police Station)ના સર્વેલન્સ સ્ટાફ બાતમી મળી હતી કે કેટલાક ઈસમો અફીણ અને ગાંજો લઈને સુરત શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. જે બાબતે પોલીસે વોચ ગોઠવીને પુણા નિયોલ ચેક પોસ્ટ પાસે મધરાત્રે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. જેમને પોલીસ મથક લાવી તપાસ કરતા આરોપી વિક્રમસિંહ રાજપૂત પાસેથી 1.19 કિલો અફીણ ઝડપાયું હતું.

તેનો સાથી દિપકસિંહ રાવ ઉપરાંત ઉત્તમ બીસોઈ પાસેથી 9.96 કિલો ગાંજો મળી આવ્યો હતો. જે બાબતે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 4.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અફીણ મોકલનાર ગણપત ધાકડ અને અફીણ મંગાવનાર રાજુ નામના આરોપી સાથે ગેદો ઉર્ફે મુન્ના અને ગાંજો મંગાવનાર મુસા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

શહેરમાં સરેઆમ નશીલા પદાર્થનું વેચાણ થઇ રહ્યું છે જેની અસર સમાજ પર પડી રહી છે અને તેને કારણે અન્ય યુવા વયના લોકો પણ આ ગેરમાર્ગે દોડે છે. જેને લીધે તે પોતાના જીવનને નર્કમાં ધકેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નશીલા પદાર્થ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *