ગેરકાયદે ખનન રોકવા ગયેલા DSP પર માફિયાઓએ ચડાવી દીધું પથ્થરોથી ભરેલું ડમ્પર – ઘટના સ્થળે જ મોતને ભેટ્યા

હરિયાણાના નુહ (Nuh of Haryana) માં માઈનીંગ (Mining) માફિયાઓએ ડીએસપીને કચડીને દર્દનાક મોત આપ્યું છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ (DSP Surendra Singh) તાવડુ વિસ્તારના પંચગાંવમાં પહાડી પર ગેરકાયદે ખનન અંગેની માહિતી મળ્યા બાદ દરોડા પાડવા ગયા હતા. પથ્થરથી ભરેલા ડમ્પરે કચડી નાખતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મંગળવારે બપોરે 12.15 વાગ્યે બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

તાવડુ પોલીસને બાતમી મળી હતી કે પાંચગાંવની પહાડીઓમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. ડીએસપી સુરેન્દ્ર સિંહ પોલીસ ટીમ સાથે દરોડો મારવા માટે પહાડી પર પહોંચ્યા હતા. જ્યારે તેઓએ સ્થળ પર ખનન માફિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ ડીએસપી પર પથ્થરો ભરેલું ડમ્પર ચડાવી દીધું હતું. તે સમયે ડીએસપી સુરેન્દ્ર સિંહ તેમના સરકારી વાહન પાસે ઉભા હતા. ડમ્પરની ટક્કરથી તે નીચે પડી ગયા હતા અને ડમ્પર તેમની ઉપર ચડી ગયું હતું.

સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ખાણકામ મંત્રી મૂલચંદ શર્માએ કહ્યું કે આ વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ ચાલી રહ્યું છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર આ રીતે હુમલો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.

ડીએસપી સુરેન્દ્ર સિંહ હિસાર જિલ્લાના આદમપુર વિસ્તારના ગામ સારંગપુરના રહેવાસી હતા. તેમને 12 એપ્રિલ 1994ના રોજ હરિયાણા પોલીસમાં ASIના પદ પર ભરતી કરવામાં આવ્યા હતા. પોતાની મહેનતના બળે તે ડીએસપી બન્યા હતા. તેઓ 31 ઓક્ટોબરે પોલીસમાંથી નિવૃત્ત થવાના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે ખનન રોકવા ગયેલા ડીએસપી સુરેન્દ્ર સિંહે તેમની કાર રોકીને ત્યાંથી પસાર થઈ રહેલા ડમ્પરને અટકાવ્યું હતું. આ પછી જ્યારે તે કારમાંથી નીચે ઉતર્યા ત્યારે ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *