ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સ્પેશિયલ ટાસ્ક ફોર્સે(STF) નકલી ચાની ભૂકી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. છૂટક ચાની ભૂકી ખરીદીને આ લોકો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે તેવા રસાયણો અને રંગોનું મિશ્રણ કરતા હતા. આ પછી તેઓ બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ચાની પત્તી પેક કરીને બજારમાં વેચતા હતા.
આ કેસમાં લખનઉના રહેવાસી મોહમ્મદ દાઉદ, મોહમ્મદ શાહિદ અને તબરેઝ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસેથી 200 કિલો ગોલ્ડન ટી, 60 કિલો ગાર્ડન ફ્રેશ ચા, 80 કિલો લૂઝ ચા, 12 બોરીઓમાં પેક કરાયેલ હજારો ચાના પેકેટ મળી આવ્યા છે. હજારો સ્ટીકરો પકડી પાડવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સતત માહિતી મળી રહી હતી કે, બજારમાં નકલી કેમિકલ મિક્સ કરીને ખાનગી કંપનીઓના નામે ચાની ભૂકી બનાવવાનો ધંધો કરવામાં આવી રહ્યો છે, જેના પછી પોલીસ અધિક્ષક દીપક કુમાર સિંહની ટીમે તેના પર કામ શરૂ કર્યું.
પોલીસને ખબર પડી કે મોહમ્મદ દાઉદ અને શાહિદ નામના બે લોકો છે, જેઓ બાલાગંજ વિસ્તારમાં રહે છે અને નકલી ચાની ભૂકી બનાવવાનું કામ કરે છે. પોલીસે દરોડો પાડી બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે આ લોકો 5 વર્ષથી ચાની ભૂકીનું કામ કરે છે. દેશના અનેક વિસ્તારોમાં આ તમામ ભેળસેળયુક્ત ચાની ભૂકી સપ્લાય કરતા હતા.
એસટીએફને માહિતી મળી હતી કે દાઉદ અને ઝૈદ નામના બે વ્યક્તિ ઘર નંબર 544/290 બંશી વિહાર બાલાગંજ પોલીસ સ્ટેશન ઠાકુરગંજ, લખનઉમાં હાજર છે અને અહીંથી ભેળસેળ અને પેકિંગ ફેક્ટરી ચલાવે છે. આ પછી, STF તરત જ એલર્ટ થઈ ગયું અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પૂછપરછ દરમિયાન આ લોકોએ જણાવ્યું કે, આ લોકો લખનઉ અને આસપાસના જિલ્લાઓમાં છૂટક ચાની ભૂકી વેચતા વેપારીઓ પાસેથી ચાની પત્તી ખરીદે છે અને પછી તેને મિક્સ કરીને પેક કરીને લખનૌની નાની ચાની દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે સપ્લાય કરે છે. આ બંને શખ્સો છેલ્લા 5-6 વર્ષથી આ કામ કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.