ન્હાતી વખતે વિડીયો કોલ કરી શિક્ષકે વિદ્યાર્થીનીને કરી બ્લેકમેલ અને પછી….

Lustful teacher from Vellore: લંપટ શિક્ષક મહંમદ સનેખાએ વિદ્યાર્થીનીને સાંજે ઘરે ગયા પછી વિડીયો કોલ પર વાત કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ વિદ્યાર્થીનીએ(Lustful teacher from Vellore) તેને ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ શિક્ષક ધમકી આપી રહ્યો છે કે તે વિદ્યાર્થીનીને પરીક્ષામાં નપાસ કરશે.

આવી ધમકીથી ડરેલી વિદ્યાર્થીનીએ તે લંપટ શિક્ષકને વિડીયો કોલ કર્યો હતો. ત્યારબાદ તે શિક્ષકે તેની સાથે અશ્લીલ ભાષાનો પ્રયોગ કરી ધમકાવી અને નહાતી વખતે પણ વિડીયોકોલ પર વાત કરવા માટે કહ્યું હતું. તેને લીધે વિદ્યાર્થીની માનસિક રીતે મુશ્કેલીમાં મુકાઈ હતી.

કરવામાં આવ્યું ઉત્પીડન
આ ઘટનાથી હતાશ થયેલી વિદ્યાર્થીની બે દિવસ પહેલાં ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાની કોશિશ કરી હતી. ત્યારબાદ અચંબિત થયેલા વિદ્યાર્થીનીના માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા અને તેનો ઈલાજ કરાવ્યો હતો.

ત્યારબાદ પીડિત વિદ્યાર્થીને રડતા રડતા પોતાના માતા પિતાને સમગ્ર હકીકત કહી હતી. ત્યારબાદ તે વેલ્લોર મહિલા પોલીસ સ્ટેશન ગયા અને આ ઘટના વિશે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી શિક્ષક મહમદને પોક્સો એક્ટ અંતર્ગત ગિરફતમાં લઈ જેલ ભેગો કર્યો હતો.