વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદના શિક્ષકે સંકેલી જીવનલીલા, સુસાઇડ નોટમાં સામે આવી ચોંકાવનારી હકીકત

Suicide of a teacher, Ahmedabad: અમદાવાદના ઓઢાવમાં 27 વર્ષના યુવકે વહેલી સવારે ઘરમાં આપઘાત કરી લીધો હોવાની ઘટના અમદાવાદ માંથી પ્રકાશમાં આવી છે. મળેલી માહિતી અનુસાર યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા, અઢી ગણું વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરો હેરાન કરતા હતા જેના કારણે મોટાભાઈએ 6 દિવસ અગાઉ દવા પી લીધી હતી, પરંતુ તે મામલે પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી નહોતી. યુવકે વ્યાજખોર અને પોલીસના કારણે કંટાલીને ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

અમદાવાદ શહેરના ઓઢવના ગોકુલનગર સોસાયટીમાં રહેતા 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે સવારે લગભગ 5 વાગે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુબ્રોતો તેમના મોટા ભાઈ સુભંગકર પાલ સાથે રહે છે. સુબ્રોતોએ આપઘાત પહેલા હિન્દીમાં સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, ત્રણ વ્યક્તિ અને પોલીસ અમારી ફરિયાદ લેતી નથી જે કારણે હેરાન થવાય છે. જેથી હું આપઘાત કરૂ છું તો કદાચ મારા મોત બાદ મારા પરિવારને ન્યાય મળી શકે.

આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડમાં યુવકે લખ્યું હતું કે, “મે સુબ્રોતો પાલ આજ સ્યુસાઇડ કરને જા રહા હું, જીસમે તીન જન જીમેંદાર હૈં. યશપાલસિંહ, હર્ષિલ મિશ્ર, અમનસિંહ ચૌહાણ ઓર પોલીસ વાલે હમારી FIR લીખ નહિ રહે થે, જીસે મેં બહોટ જ્યાદા ડીપ્રેશ હોગયા હું, ઓર ઇસ લીયે આજ મેં યહ ફેસલા લે રહા હું, મેં ખુદ કો ખતમ કર રહ્યા હું, શાયદ મેરે મરને કે બાદ મેરે પરિવાર કો ન્યાય મિલે…”

મળેલી માહિતી અનુસાર સુબ્રોતોના મોટાભાઈ સુભનાકર પાલે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસિંહ ચૌહાણ પાસેથી 5.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાંથી 14 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવાય ગયું હતું, તેમ છતાંય આ ત્રણેય લોકો વ્યાજ માટે અવારનવાર ખુબજ હેરાન પરેશાન કરતા હતા. મૃતક અને તેમના મોટાભાઈને ઘરની બહાર બોલાવીને માર મારતા હતા અને અહીંથી ઇન્દોર લઈ જઈને પણ મારવાની ધમકી આપતા હતા.

મૃતકના સાળા પ્રસોનજીત સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી ગત મંગળવારે શુભાનકાર પાલે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને સમયસર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને યોગ્ય સારવાર મળતા તેમનો જીવ બચી ગયો હતો. આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસ 2-3 દિવસ ફરિયાદ લેવા માટે આવી નહોતી અને જ્યારે આવી ત્યારે માત્ર કાગળ પર લખાણ લખીને જતી રહી હતી. 

વધુ વાત કરતા પ્રસોનજીતે કહ્યું કે, ગઈકાલે પણ સાંજે પોલીસ ઘરે આવી હતી પરંતુ ફરિયાદ ન લીધી હતી. જેથી તે ત્રાસથી કંટાડીને સુબ્રોતો પાલે વહેલી સવારે ઘરમાં આપઘાત કરી લીધો હતો. વ્યાજે પૈસા આપનારા ત્રણેય વ્યક્તિઓ જ્યારે પણ ઘરે આવતા ત્યારે જણાવતા હતા કે, નિકોલના પીઆઈ તેમના સંબંધી છે જેથી પોલીસ તેમની સામે કોઈ પણ પ્રકારનું પગલું લેશે પગલાં નહિ.

મળતી માહિતી અનુસાર અત્યારે પોલીસ મૃતકના ઘરે પહોંચી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓઢવ પીઆઇ જે.એસ કંદોરિયાએ જણાવ્યું હતું કે, વ્યાજખોર વિરુદ્ધ પુરાવા આપ્યા નથી. પુરાવા નહોતા તેથી અમે ફરિયાદ લીધી ન હતી. વધુમાં કહ્યું કે, કાલે ઘરે જઈને નિવેદન લીધું હતું પરંતુ અમે પુરાવા માટે રાહ જોઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *