શાળાએ જતી શિક્ષિકા પર ઝાડ પડતાં ઘટના સ્થળે જ દમ તોડ્યો; જુઓ LIVE અકસ્માતનો વિડીયો

Talimpura Accident: મુજફરપુરના  મીનાપુર અંતર્ગત આવતા તાલીમપુર પાસે એક શિક્ષક અને શિક્ષિકા શાળાએ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે અચાનક એક ઝાડ તૂટી પડ્યું અને તેમની બાઈક પર પડ્યું હતું. જેના કારણે શિક્ષિકા વિશાખા કુમારીનું (Talimpura Accident) મૃત્યુ થઈ ગયું છે. જ્યારે બાઈક ચલાવી રહે શિક્ષક ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. જેમને નાજુક પરિસ્થિતિમાં ગામના લોકો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ શિક્ષકની ઓળખ શિવરાહના ફૂલબાબુ રાયના રૂપે થઈ છે. તેમજ શિક્ષિકા ઉત્તર પ્રદેશની રહેવાસી હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને શિક્ષકો પોતાની બાઈક દ્વારા જઈ રહ્યા હતા. તેમાં સામેની બાજુથી એક ટ્રક આવી રહ્યો હતો. સામેથી આવી રહેલ ટ્રક રોડ પર રહેલા એક ઝાડ સાથે અથડાય છે અને ઝાડ તૂટી રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક પર પડે છે.

ઘટનાની તપાસમાં જોડાઈ પોલીસ
મળતી જાણકારી અનુસાર બંને લોકો બિહારના સરકારી સ્કૂલના શિક્ષક હતા. ઘટનાની જાણકારી મળી કે તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગામજનો સાથે મળીને ઘાયલ શિક્ષકને ઈલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલમાં ઘાયલ શિક્ષકનો ઈલાજ ચાલી રહ્યો છે.