આજનાં દિવસે એટલે કે 5 સપ્ટેમ્બરનાં રોજ દર વર્ષે ભારત દેશમાં ‘શિક્ષક દિન’ ઉજવવામાં આવે છે.’એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. આજનાં દિવસે શિક્ષકનું ખાસ મહત્વ રહેલું છે.આજનાં દિવસે અમે આપની માટે એક મહત્વની જાણકારી લઈને સામે આવ્યાં છીએ
શિક્ષક એ બાળકનાં કુમળા મનમાં જીવનભર એક એવી છાપ મૂકીને જાય છે જેને તે જિંદગીભર ભૂલી નથી શકતો. ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આજે ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણાં લોકોની માટે આજે પણ એમનાં શિક્ષક એમના રોલ મોડલ હોય છે ત્યારે આ 5 ગુણ એક સારા શિક્ષકમાં હોવાં જ જોઇએ.
બાળકનો ત્રીજો વાલી :
સૌપ્રથમ તો શિક્ષક બાળકનો ત્રીજો વાલી રહેલો છે. શિક્ષક બાળકને ખાલી અભ્યાસ જ નથી કરાવતો પરંતુ એનાં જીવન ઘડતરમાં પણ એ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
મધ્યસ્થીનાં સ્વરૂપમાં :
શિક્ષકે બાળક તથા એનાં માતા-પિતાની વચ્ચે મધ્યસ્થીનાં રૂપે કાર્ય કરવું જોઇએ. શાળામાં બાળકનાં શૈક્ષણિક તેમજ વ્યક્તિગત વિકાસની જમાહિતી શિક્ષકની પાસે સચોટ રીતે હોય છે. આ જ વાત બાળકને સાચી દિશા આપવાં માટે પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે.
સલાહકાર:
વિચારોને થોપવાં કરતાં એક સારા શિક્ષકમાં સારી સાંભળવાની ક્ષમતા પણ હોવી જોઇએ. વળી બાળકને સાચુ માર્ગદર્શન આપવું એ પણ એક સારા શિક્ષકની નિશાની રહેલી છે.
અનુશાસન સાથે વિકાસ :
બાળકમાં અનુશાસનનું પાલન કરવાની કાળજી ભાગ્યે જ જોવાં મળતી હોય છે પરંતુ શિક્ષકે સમયાંતરે બાળકને અનુશાસનનું મહત્વ સમજાવું જોઇએ. જેથી આગળ ચાલતાં બાળક સારો વ્યક્તિ બનીને અન્ય લોકોની જીંદગીમાં પણ બદલાવ લાવી શકે.
રોલ મોડલ:
જો, આપ બાળકને કહો છો કે મીઠાશ ન ખાઓ પરંતુ પોતે જ ખાઓ છો તો બાળક કદી આ નિયમનું પાલન કરશે નહીં. એટલે કે આપ ઇચ્છો છો, કે આપનાં બાળકો દેશની માટે એક સારા રોલ મોડલ બને તો એનાં માટે પોતે પહેલા એક સારા રોડ મોડલ બનવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews