ભરૂચ બની રહ્યું છે દુષ્કર્મહબ: શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, જાણો વિગતે

Bharuch Crime News: ગુજરાતમાં દરરોજ એટલી બધી દુષ્કર્મની ફરિયાદ સામે આવે છે કે જાણે ગુજરાત હવે દુષ્કર્મનું હબ બની ગયું હોય તેવું લાગે છે. આ સાથે જ થોડા દિવસ પહેલા ભરૂચમાંથી (Bharuch Crime News) GIDC વિસ્તારમાંથી એક 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બાદ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ વધુ એક શાળાના આચાર્યે અને શિક્ષિકાના પતિએ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને હવે વધુ એક વખત શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે.

શિક્ષિકાના પતિએ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું
ભરૂચ હવે દુષ્કર્મ કેપિટલ બની રહ્યું છે. ભરૂચમાં ફરી એક વખત દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. આજે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી.

પીડિતા ઉપર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપએ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેન્ટ ઝેવિયર્સની રીયુનિયનની મીટીંગના બહાને પીડિતાને ફિલિપે તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું.

આરોપી ફિલિપ ફરાર થઇ ગયો હતો
ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોની એ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. આ જ પીડિતા સાથે અગાઉ કમલેશ રાવલ દ્વારા અયોગ્ય વર્તન અંગે ફરિયાદ નોંધાય છે. પીડિતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આરોપી ફિલિપ ફરાર થઇ ગયો છે. અને આ આરોપીને પકડવા માટે ભરૂચ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો
આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે, આ જ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી ફિલિપ સામે અગાઉ પણ એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂ. 33.34 લાખની છેતરપિંડી અને દુષ્કર્મનો કેસ નોંધાયેલો છે. પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાઓએ શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.