સુરતની અલગ અલગ વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓ સહીત શિક્ષકો આવ્યા કોરોના પોઝીટીવ- જાણો નામ

ગુજરાત રાજ્યમાં ચુંટણીઓ પૂરી થતા કોરોનાનાં કેસમાં ફરી એકવખત ઝંગી વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોનાનાં કેસોમાં ઝંગી વધારો જોવા મળ્યો છે. કોરોનાનાં વધતા કેસોને લઈને સુરત (Surat) મનપા કમિશ્નર દ્વારા તાજેતરમાં કોવિડ 19 નાં નિયમોની કડક અમલવારી સાથે બહારથી આવનારા લોકોનાં પણ કોરોના ટેસ્ટની તાકીદ કરી હતી.

આજના કોરોનાના સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, સુરતમાં એક જ દિવસમાં કુલ 161 કેસ નોંધાયા છે. જેમાં અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, હાલ 130 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આમ, પોઝિટિવનો આંકડો વધીને 54,990 થયો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કારણે નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધીને 52,987 પર પહોંચી ગઈ છે. શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 866 થઈ ગઈ છે.

સુરતમાં કોરોના કેસમાં (Corona Case) વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં શાળાઓ (School) સુધી કોરોના પહોંચી જતા શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ (Students) તેમજ વાલીઓમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરમાં 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકો (Teachers) કોરોના પોઝિટવ (Corona Positive) આવ્યા છે. સુરતના સેન્ટ્રલ ઝોનમાં 2 વિદ્યાર્થીઓ (Students) પોઝિટિવ આવ્યા છે. રાંદેર ઝોનમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક પોઝિટિવ આવ્યા છે. વરાછા એમાં 2 વિદ્યાર્થી અને 3 શિક્ષક (Teachers), અઠવામાં 1 શિક્ષક અને 1 વિદ્યાર્થી, લિંબાયતમાં 3 અને કતારગામમાં 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ (Corona Positive) આવ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતના નાના વરાછા વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલી કૌશલ વિદ્યાભવન શાળામાં ધો.7ના એક સાથે પાંચ-પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. પાલિકા દ્વારા તાકીદે આ શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવી દીધું છે. સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. એક જ ક્લાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓના કેસ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ ફફડાટનો માહોલ ઉભો થયો છે.

કૌશલ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ મળીને 184 વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધો.7ના એક જ કલાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. શાળામાં પ્રાઇમરી અને સેકન્ડરી બે અલગ અલગ બિલ્ડિંગમાં શાળા ચાલે છે. જેથી પ્રાઇમરી સેક્શન બંધ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *