શિક્ષકો બન્યા હેવાન: સ્કૂલના શિક્ષકોનું નામ લખી વિદ્યાર્થી પી ગયો ફીનાઇલ…

Madhya Pradesh Teacher News: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં એક સરકારી સ્કૂલના બે શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે શિક્ષકો દ્વારા નવમા ધોરણના વિદ્યાર્થીઓને શારીરિક દમન કર્યા બાદ કથિત રીતે વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની કોશિશ (Madhya Pradesh Teacher News) કરી હતી. પોલીસ અધિકારીઓએ બુધવારના રોજ આ જાણકારી આપી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ઘટના 8 નવેમ્બરના રોજ બની હતી, પરંતુ વિદ્યાર્થીનું નિવેદન નોંધાયા બાદ સમગ્ર મામલો મંગળવારના રોજ નોંધાયો હતો. પોલીસ અધિક્ષક કૃષ્ણ લાલચંદાની એ જણાવ્યું હતું કે મહારાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2માં અભ્યાસ કરતા 14 વર્ષીય છોકરાએ આત્મહત્યા કરવા માટે કથિત રીતે ફિનાઈલ પી ગયો હતો.

તેમણે જણાવ્યું કે ફિનાઈલ પીધા પહેલા તેણે એક સુસાઇડ નોટ લખી હતી. અધિકારીઓએ જણાવ્યું કે છોકરો સાજો થયા બાદ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું જેમાં તેણે બે શિક્ષકો ઉપર તેને હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ત્યારબાદ બંને શિક્ષકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ મામલે શિક્ષકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશમાં આ કોઈ પ્રથમ કિસ્સો આવો નથી પરંતુ થોડા દિવસ પહેલા જ હૈદરાબાદના એક પ્રાઇવેટ છાત્રાલયમાં 12 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી. ધોરણ સાતના વિદ્યાર્થીએ ગઈ રાત્રીએ તેના સાથે રહેતા અન્ય વિદ્યાર્થીને પંખા સાથે લટકેલો જોયો હતો.

સ્કૂલ પ્રશાસનને જાણકારી મળતા જ તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે લાશને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. એવામાં પરિવારે શિક્ષકો વિરુદ્ધ શારીરિક ટોર્ચરનો ગંભીર આરોપ લગાવ્યો છે.