સોનુ ગણાતા આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી; જાણો વાવણીથી લઈને લણણી સુધીની તમામ માહિતી

Teak Wood Cultivation: સાગના લાકડાની ગણતરી સૌથી મજબૂત અને મોંઘા લાકડામાં થાય છે. તેનાથી ફર્નીચર, પ્લાયવુડ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત સાગનો ઉપયોગ દવા બનાવવામાં પણ કરવામાં આવે છે. લાંબા સમય સુધી ટકવાની ક્ષમતા હોવાના કારણે તેની (Teak Wood Cultivation) માંગ હંમેશા બજારમાં હોય છે. સાગનું લાકડુ વધારે ફુલતુ નથી. સાથે જ તેના પર પોલિસ ખૂબ સરળતાથી ચઢી જાય છે. એક આંકડા અનુસાર દેશમાં દર વર્ષે 180 કરોડ ક્યુબિક ફીટ સાગના લાકડાની જરૂર પડે છે. પરંતુ દર વર્ષે ફક્ત 9 કરોડ ક્યુબિક ફીટ ઉપલબ્ધ થાય છે. એટલે કે હાલમાં ફક્ત 5 ટકા જ માંગ પુરી થઈ શકે છે. 95 ટકા બજાર હજુ પણ ખાલી છે. રસપ્રદ વાત એ છે કે સાગની ખેતીમાં રિસ્ક ખૂબ ઓછુ હોય છે અને નફો વધારે હોય છે.

કઈ રીતે કરશો વાવણી?
સાગના છોડ વાવવા માટે 8થી 10 ફૂટ દુરી પર તેને લગાવવામાં આવે છે. એવામાં જો કોઈ ખેડૂતની પાસે 1 એકડનું ખેતર છે તો તે તેમાં લગભગ 500 સાગના છોડ લગાવી શકે. સાગ માટે 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકુળ માનવામાં આવે છે. તેના માટે ભેજ વાળા વિસ્તારની પસંદગી કરવી જોઈએ. જાણકારી અનુસાર સાગની ખેતી બરફવાળા વિસ્તારો અથવા રણ વિસ્તારમાં નહીં કરી શકાય. તેના માટે ભેજવાળી માટીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સાગ માટે કઈ રીતે તૈયાર કરવામાં આવે ખેતર?
સાગની ખેતી માટે સૌથી પહેલા ખેતીને ખેડીને તેને વાવણી લાયક બનાવી લો તેમાંથી પથ્થર, કાંકરા વગેરે જેવી બીન જરૂરી વસ્તુઓ બહાર કાઢી લો. ત્યાર બાદ બે વખત ફરી જમીન ખેડી લો. ત્યાર બાદ સાગના છોડ જ્યાં જ્યાં લગાવવાના છે તે જમીનને ખોદી લો. ત્યાર બાદ તેમાં છોડ લગાવો. તેમાં માટીનું પીએચ 6.5થી 7.5 ની વચ્ચે હોવું જોઈએ.

કઈ ઋતુ સાગ માટે સારી છે?
સાગની વાવણી ઋતુ પ્રમાણે કરવી જોઈએ તે માટે ચોમાસા પહેલાનો સમય અનુકુળ રહેશે. આ સમયે વાવણી કરવાથી તે ઝડપથી વધે છે. શરૂઆતી વર્ષોમાં સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પહેલા વર્ષમાં ત્રણ વખત બીજા વર્ષમાં બે વખત અને ત્રીજા વર્ષમાં એક વખત સારી રીતે સાફ સફાઈ જરૂરી છે. સફાઈ વખતે ખરેલા પાનને સંપૂર્ણ રીતે ખેતરથી બહાર કરવાનું રહેસે. સાગના છોડને વિકાસ માટે સૂર્ય પ્રકાશ ખૂબ જ જરૂરી છે. એવામાં છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે ખેતરમાં પર્યાપ્ત રોશની પહોંચી શકે. નિયમિત સમય પર ઝાડ નીચે સફાઈ સિંચાઈ કરવી પડે છે.

સાગના ઝાડમાંથી ઘણા વર્ષો સુધી મળે છે નફો
12 વર્ષ બાદ આ ઝાડ સમયના હિસાબથી મોટુ થઈ જાય છે જેના કારણે ઝાડની કિંમત પણ વધી જાય છે. સાથે જ ખેડૂત એક જ ઝાડ પરથી વર્ષો સુધી નફો કમાઈ શકે છે. સાગના ઝાડ એક વખત કાપવામાં આવે તો ત્યાર બાદ ફરી તેને મોટુ થઈ જાય છે અને ફરી તેને કાપી શકાય છે. આ ઝાડ 100થી 150 ફૂટ ઉંચા હોય છે.

સાગથી કરોડો રૂપિયાની કમાણી કરી શકાય છે
સાગના ઝાડમાંથી ખેડૂત ઈચ્છે તો કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. ઉદાહરણ રીતે એક ઝાડમાં ખેડૂત જો 500 સાગના ઝાડ લગાવે છે તો 12 વર્ષ બાદ તેમાંથી લગભગ એક કરોડ રૂપિયામાં વેચી શકે છે. બજારમાં 12 વર્ષના સાગના ઝાડની કિંમત 25થી 30 હજાર રૂપિયા સુધી છે અને સમયની સાથે તેની કિંમતમાં વધારો થવાની સંપૂર્ણ સંભાવના છે એવામાં એક એકડની ખેતીથી 1 કરોડ રૂપિયાની કમાણી આરામથી કરી શકાય છે.