Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ માહિતી આપી હતી કે ICCના (Champions Trophy 2025) આ મેગા ઇવેન્ટ માટે કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. રોહિત શર્મા પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે, કારણ કે ગયા વર્ષે જ તેણે ભારત માટે 2024 T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. હવે રોહિત શર્માનું લક્ષ્ય ભારતને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતાવવાનું છે.
મોહમ્મદ સિરાજ અને સંજુ સેમસનને તક ન મળી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજ અને સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ મોટી ટુર્નામેન્ટ માટે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહને ઝડપી બોલર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય કરુણ નાયરને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ અને ઇંગ્લેન્ડ સામેની વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિજય હજારે ટ્રોફીમાં 752 રન બનાવનાર કરુણ નાયર ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયો. યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની વનડે માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ
ટીમ ઈન્ડિયા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ભવ્ય મુકાબલો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. 2 માર્ચે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ખતરનાક ટીમ ન્યુઝીલેન્ડ સામે થશે. જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં આગળ વધે છે, તો તે સેમિફાઇનલ અને ફાઇનલ સહિત તેની બધી મેચ દુબઈમાં રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ(વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર) , રવિન્દ્ર જાડેજા.
🚨Don’t take your eyes off the screen!
📢 LIVE NOW 👉 #ChampionsTrophy2025 & #INDvENG ODI India Squad announcement!
Disney+ Hotstar, Star Sports1, Star Sports 1 Hindi, Tamil, Telugu & Kannada pic.twitter.com/x1KLhIhMV0
— Star Sports (@StarSportsIndia) January 18, 2025
ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ છેલ્લે ક્યારે રમાઈ હતી?
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ છેલ્લે 8 વર્ષ પહેલા 2017 માં રમાઈ હતી. ૫૦ ઓવરના વર્લ્ડ કપ પછી, આગામી સૌથી ઊંચી ટ્રોફી ICC ચેમ્પિયન્સ ટ્રોફી છે. એક રીતે તેને મીની વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે. છેલ્લે 2017 માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયાને અવિસ્મરણીય હાર આપી હતી અને ભારતનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન પણ ચકનાચૂર કરી નાખ્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે, વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા 180 રનથી મેચ હારી ગઈ અને 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ફખર ઝમાને 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારત સામે 114 રનની ઇનિંગ રમી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ સ્ટેજમાં ભારતનો સમયપત્રક (ભારતીય સમય):
ભારત vs બાંગ્લાદેશ – 20 ફેબ્રુઆરી, બપોરે 2:30 વાગ્યે, દુબઈ
ભારત vs પાકિસ્તાન – 23 ફેબ્રુઆરી, બપોરે 2:30 વાગ્યે, દુબઈ
ભારત vs ન્યુઝીલેન્ડ – 2 માર્ચ, બપોરે 2:30 વાગ્યે, દુબઈ
4 માર્ચ અને 5 માર્ચ: સેમિફાઇનલ મેચો
9 માર્ચ: ફાઇનલ
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App