ટીમ ઈન્ડિયાના ગબ્બર શિખર ધવને અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ; VIDEO શેર કરી કહી આ વાત

Shikhar Dhawan Retirement: ભારતીય ક્રિકેટર શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે સોશિયલ મીડિયામાં આ અંગે જાહેરાત કરી હતી. શિખર ધવને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે ક્રિકેટને અલવિદા કહેતા જણાવ્યું કે આજે હું જ્યાં છું, ત્યાંથી પાછળ જોઉં છું તો માત્ર યાદો જ નજરે આવે છે. અને જ્યારે આગળ આખી(Shikhar Dhawan Retirement) દુનિયા. મારું એક સપનું હતું ભારત માટે રમવાનું જે પૂર્ણ થયું.શિખર ધવન ટીમમાં ગબ્બર તરીકે પ્રખ્યાત હતો.

વીડિયો પોસ્ટ કરતી વખતે શિખાને લખ્યું- હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું, હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ…

શિખર ધવને કહી આ વાત
શિખર ધવને 1 મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં કહ્યું- તમામને નમસ્કાર…આજે એક એવા વળાંક પર ઉભો છું. જ્યાંથી પાછળ જોવા પર માત્ર યાદો જ દેખાઈ રહી છે, અને ઓગળ જોવા પર આખી દુનિયા…મારી હંમેશાથી એક જ મંજિલ હતી, ઈન્ડિયા માટે રમવું. તે શક્ય પણ બન્યું, તેના માટે હું ઘણા લોકોનો આભાર માનું છું, સૌથી પહેલા મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારક સિન્હાજી અને મદન શર્માજીનો, જેમની પાસેથી હું ક્રિકેટ શીખ્યો છું.

‘કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી’
શિખર ધવને આ વીડિયોમાં આગળ ટીમ ઈન્ડિયામાં તેમના અનુભવ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ટીમમાં રમ્યા બાદ મને ફેન્સનો પ્રેમ મળ્યો. પરંતુ એવું કહેવાય છે ને કે કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે. બસ હું પણ એવું જ કરવા જઈ રહ્યો છે. આટલું કહેતા જ શિખરે ધવને ઈન્ટરનેશનલ અને ઘરેલું ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય સંભળાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

શિખર ધવનનું ક્રિકેટ કરિયર
શિખર ધવન એક સમયે ભારત માટે મહત્વનો બેટ્સમેન હતો. રોહિત શર્મા સાથે તેની ઓપનિંગ જોડીએ ઘણા રેકોર્ડ બનાવ્યા. ધવને ભારત માટે 34 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 2315 રન બનાવ્યા. ધવને ટેસ્ટમાં પાંચ અડધી સદી અને સાત સદી ફટકારી હતી. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી. ODIમાં તેણે ભારત માટે 167 મેચ રમી જેમાં તેણે 6793 રન બનાવ્યા. 50 ઓવરના ફોર્મેટમાં ધવને 17 સદી અને 39 અડધી સદી ફટકારી હતી.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App