પ્રેમ તથા જંગમાં બધુ જ માન્ય છે, આ કહેવત તો તમે સાંભળી જ હશે પરંતુ તેને સાર્થક કરતી ઘટનાઓ પણ વારંવાર સાંભળી કે વાંચી પણ હશે. પણ, શું તમે ક્યારેય પોતાના જ કિડનેપિંગ તથા પોતાના જ માતા-પિતાને ખંડણીની માંગણીનો ફોન કરવાની ઘટના સાંભળી છે ? કદાચ હા, આવી જ વધુ એક ઘટના ઉત્તરપ્રદેશનાં એટામાં સામે આવી છે.
જ્યાં એક માત્ર 19 વર્ષીય છોકરીએ પોતાના બોયફ્રેન્ડની સાથે મળીને પોતાના જ અપહરણનો કારસો રચી કાઢ્યો તથા એટલું જ નહીં પરંતુ પોતાના જ પિતાની પાસે કુલ 1 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. પણ, આ પ્રેમી યુગલે પોતાના ઈરાદાઓમાં સફળ ન થઈ શક્યું. કારણ, કે યુવતીના માતાપિતા અને પોલીસની સમજણએ આ પ્રેમી યુગલનાં સમગ્ર પ્લાન પર પાણી રેડી દીધુ હતું.
મીડિયા રિપોર્ટ મુજબ, આ મામલો ઉત્તરપ્રદેશમાં આવેલ એટાના નગલા ભજના ગામનો છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવતી 23 જુલાઈનાં રોજ ગૂમ થઈ ગઈ હતી. ત્યારબાદ એક કિડનેપર તરીકે પોતાના જ માતા-પિતાને ફોન કર્યો હતો અને હરિયાણવી ભાષામાં વાત કરીને કુલ 1 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી.
જો કે, યુવતીનાં માતા-પિતાએ ભયને કારણે કિડનેપરની અનુચિત માગણીને પૂરી કરવાને બદલે સમજદારી દર્શાવતા પોલીસને પણ ફોન કરી દીધો હતો. પોલીસે કાર્યવાહીની શરૂઆત કરી દીધી હતી. શરૂઆતમાં તો તેમણે પ્રોફેશનલ કિડનેપરને જ ધ્યાનમાં લઈને અપહરણ થયેલ યુવતીને શોધવાનું શરૂ કર્યું હતું.
પણ તપાસ દરમિયાન કિડનેપર દ્વારા સતત ભાવતાલ તથા ફોન પર લાંબી વાતો કરવાનું પોલીસ અધિકારીઓને જરા ખટક્યું હતું. ત્યારપછી તેમણે છોકરીનાં મોબાઈલ નંબરને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું.પોલીસ અધિક્ષક એટા રાહુલ કુમારે જણાવ્યું હતું, કે છોકરી ખંડણીની રકમ લેવાં માટે પોતાના જ મોબાઇલનો ઉપયોગ કરી રહી હતી.
શનિવારે તે પોતાના ઘરથી ફક્ત 100 મીટરના અંતરે જ હોવાનું જાણવા મળ્યું હતું. છોકરી તથા તેનો બોયફ્રેન્ડ બંને પાડોશી જ છે, જે અંદાજે કુલ 2 વર્ષથી રિલેશનશિપમાં છે. છોકરીને જાણવા મળ્યું હતું કે, તેનો પરિવાર 1 કરોડ રૂપિયાની સાથે સ્કૂલ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
તેવામાં છોકરીએ બોયફ્રેન્ડની સાથે મળીને પોતાના જ અપહરણ તથા ખંડણીની રકમની સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે યુવતીને પણ કસ્ટડીમાં લઈ લીધી છે, અને તેની પૂછપરછ પણ કરી રહી છે. જ્યારે તેનો પ્રેમી ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો છે, જેને પણ પોલીસ શોધી જ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP