ગુજરાતમાં અવાર-નવાર હેકિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. વરાછા વિસ્તારમાં રહેતી મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પતિના મિત્રોએ પત્ની અને સોસાયટીની મહિલાઓને ખરાબ મેસેજ મોકલ્યા હતા. જયારે મહિલાએ એકાઉન્ટ ખોલવાના પ્રયાસ કરતા છતાં ના ખુલતા હેક થયાની જાણ થઈ હતી. જાણ થતાની સાથે જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધવામાં આવી હતી.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં તીન પતી ગેમ રમવાના શોખિન અને પોઈન્ટ લેવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા ખાતે રહેતા 38 વર્ષના યોગિતાબેન છેલ્લા ત્રણ વર્ષથી ફેસબુક ઉપર પોતાના નામનું એકાઉન્ટ ધરાવે છે.
ગયા 24 એપ્રિલના રોજ સવારે 8:30 વાગ્યે તેમના પતિને એક મિત્રએ ફોન કરી પૂછ્યું હતું કે, ભાભી તેમના ફેસબુક એકાઉન્ટ પરથી કેમ મારી પત્નીને ખરાબ મેસેજ કરે છે? કોઈકે તેમનું એકાઉન્ટ હેક કર્યું હોય તેમ લાગે છે. યોગિતાબેનને તેમના પતિએ આ અંગે પૂછ્યું તો તેને પણ આ વાતની જાણ નથી. થોડીવારમાં સોસાયટીની મહિલાઓને પણ ખરાબ મેસેજ યોગિતાબેનના ફેસબુક એકાઉન્ટ પરથી મળતા તેમણે પણ ફોન કર્યો હતો.બાદમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી મેહૂલ દિનેશભાઈ ખૂંટને શોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં આરોપીએ કહ્યું કે, તીન પતી ગેમ રમવાની આદતમાં મહિલાના એકાઉન્ટમાં પોઈન્ટ વધારે હોવાથી એકાઉન્ટ હેક કર્યું હતું. ત્યારબાદ એકાઉન્ટમાંથી મહિલાના ફ્રેન્ડસ તથા સગા સંબંધીઓને ખરાબ મેસેજ કર્યા હોવાની કબૂલાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle