ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં વધુ એક ભાજપના નેતાની થઇ ધરપકડ- જાણો એવો તો શું છે ગુનો

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો…

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. હવે વોટ માંગવા માટે ઘરે -ઘરે જઈને મતદારોને રિજવી પણ રહ્યા છે. તમામ પાર્ટીઓ પોતાના પક્ષના ઉમેદાવારો માટે મેદાનમાં ઉતરી એડીચોટીનું જોર લગાવી રહી છે.

આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આવેલ નવસારીમાં ભાજપના નેતા જુગાર રમતા ઝડપાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની ધરપકડ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

નવસારીમાં પત્નીને અપક્ષ ઉમેદવારી કરાવનાર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મકસુદ રાઠોડની જુગારના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. મકસુદ રાઠોડ જુગારના કેસમાં ઘણા સમયથી વોન્ટેડ હતો. ભાજપે તેને ટિકિટ ન આપતા માલુ તાલુકા પંચાયત બેઠક ઉપર તેની પત્નીએ અપક્ષ રીતે ઉમેદવારી નોંધાવી છે.

મકસુદ વોન્ટેડ હોવા છતાં ખુલ્લેઆમ ફરતો હતો. ભાજપે મકસુદ રાઠોડને પેજ પ્રમુખની પણ જવાબદારી સોંપી હતી. એટલું જ નહીં બોડેલીમાં સી.આર.પાટીલની સભામાં પણ તે હાજર રહ્યો હતો. વોન્ટેડ હોવા છતાંય તેના પર જાણે ચાર હાથ હોય તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ બિંદાસ રીતે મળતો હતો. પરંતુ ભાજપ સાથે બળવો કરતા જ તેની ધરપકડ થઈ. ત્યારે નવસારીમાં લોકમુખે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપની ગુનાખોરી અને ભયની રાજનીતિ ખુલ્લી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના માહોલ વચ્ચે ગોંડલમાં કોંગ્રેસી ઉમેદવારની પણ લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ ધરપકડ કરી હતી. રાજકોટ રહેતા વિક્રમભાઈ ગોવિંદભાઇ ડાંગર ઉ.વ. 33 દ્વારા જિલ્લા પંચાયત ચરખડી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર દિનેશ પાલાભાઈ પાતર, કૌશિક જેરામભાઈ કોરાટ રહે પારડી તેનો ભાઈ હરેશ તથા નરેશ હરિભાઈ ભાસા રહે વોરા કોટડા તા. ગોંડલ વાળાઓ વિરુદ્ધ ગોંડલ ખાતે આવેલ દશ વીઘા ઘાંચી પાર્ટી તરીકે ઓળખાતી જમીન વર્ષ 2019 માં દસ્તાવેજ થી પૂરતો અવેજ ચેકથી આપી ખરીદ કરેલ હતી.

જે ઉપરોક્ત આરોપીઓએ બોગસ સાટા ખત ઉભું કરી વધું પૈસા પડાવવાના ઈરાદાથી વિશ્વાસ ઘાત કરી જમીનનો કબજો પચાવી પાડી ધમકીઓ આપી જમીન ખાલી કરવાના બદલામાં રૃપિયાઓ માંગતા પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ ડીવાયએસપી ઝાલા, સીટી પીઆઇ જાડેજા એ આઈપીસી કલમ 406, 420, 447, 384,506, 120 બી તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા વટહુકમ કલમ 4,5 મુજબ ગુન્હો નોંધી પારડીના કૌશિક અને હરેશની ધરપકડ કરી હતી. જ્યારે નરેશ અને દિનેશ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *