સુરત(Surat): શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા 19 વર્ષના પ્રેમલે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ Crypto માં રોકાણનો વ્યવસાય શરુ કર્યો હતો અને મિત્રો પાસેથી રૂપિયા 60 લાખ લીધા હતા અને તેનો ૩૦% નફો પણ ચૂકવી દીધો હતો. પછીથી તેને નુકશાન થતા મિત્રો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. અને વારંવાર પ્રેમલને ત્રાસ આપી હેરાન કરતા હતા. જેનાથી કંટાળી પ્રેમલે સ્યુસાઈડ નોટ લખીને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ દ્વારા પ્રેમલના મિત્રો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાનો મુખ્ય આરોપી હર્ષ મનોજ નારોલા અવારનવાર પ્રેમલને ત્રાસ આપતો હતો અને પ્રેમલના ઘરે જઈને ધમકાવતો હતો. હર્ષના પિતા મનોજ નારોલા વિરુદ્ધ પણ આ પહેલા FIR નોંધાઈ છે. હર્ષના પિતા મનોજ નારોલા વિરુદ્ધ સ્ટેમ્પ કૌભાંડ, ભાડાના મકાન પર લોન કૌભાંડ, એક ફ્લેટ પર વિવિધ બેંકના લોન કૌભાંડ અને એક લકઝરી કાર કૌભાંડ અંગે ફરિયાદ નોંધાઈ છે. બાપ પછી દીકરો પણ અવળા રવાડે ચડી ન કરવાના કામ કરી રહ્યો છે.
View this post on Instagram
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, મૂળ અમરેલીના વતની અને સુરતના કતારગામમાં રહેતા 19 વર્ષીય પ્રેમલ રાકેશભાઈ ભૂત (પટેલ) એ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ Crypto કરન્સીનું બોટ ટ્રેડીંગ વેબસાઈટમાં ટ્રેડીંગ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં પિતા પાસેથી પૈસા લઈ વેપાર શરૂ કરનાર પ્રેમલને સારો એવો નફો મળ્યો હતો.
ત્યાર પછી તેણે એક વર્ષ પહેલા મિત્ર હર્ષીત અણઘણ સાથે વેસુ ડીએમડી પેસેફીક ઓફિસ નં.એફ/12 માં ઓફિસ શરૂ કરી હર્ષિત અને બીજા મિત્રો મળી કુલ 11 મિત્રો પાસેથી રૂપિયા 60 લાખ લીધા હતા. પ્રેમલ દ્વારા તેમને 30% વ્યાજ સાથે નફો પણ ચુકવવામાં આવતો હતો. જોકે, ત્યારબાદ તેને નુકશાન થતા તે પૈસા ચુકવવામાં નિષ્ફળ રહ્યો હતો.આથી તેના મિત્રો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તેના મિત્રો પ્રેમલ ઉઠે ત્યારથી જ સતત ફોન કરી પૈસા માંગતા હતા અને તેની ગેરહાજરીમાં હર્ષ નારોલા, કૌશીક કાકડીયા અને અમીત અનેજા તેના ઘરે આવીને તેના માતાપિતા પાસે પૈસાની માંગણી કરી ધક-ધમકીઓ આપતા હતા. એક મહિના પહેલા પ્રેમલ દ્વારા પોતાની કાર વેચીને કૌશીકને રૂપિયા 3 લાખ અને હર્ષને રૂપિયા 1 લાખ ચુકવવામાં આવ્યા હતા. તેમ છતાં મિત્રો દ્વારા તેને ટોર્ચર કરવામાં આવતો હતો અને દિવાળી સુધીમાં પૈસા ચૂકવી દેવા ધાક-ધમકી આપતા હતા.
જેને કારણે ગયા મંગળવારના રોજ સવારના રોજ પ્રેમલે લીલા કલરની ડાયરીમાં અંગ્રેજી ભાષામાં સ્યુસાઇડ નોટ લખી રસોડામાંથી ફિનાઈલની બોટલ લઈ પોતાની રૂમમાં જઈ ગટગટાવી લીધું હતું. તેના મોઢામાંથી ફીણ નીકળતું જોઈ તેની માતાએ તેને સારવાર અર્થે અમરોલી સ્થિત પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતા કતારગામ પોલીસ દ્વારા પ્રેમલની ફરિયાદના આધારે તેના 11 મિત્રો વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, હાલમાં તેના મિત્રો ફરાર થઈ ગયા છે.
ક્યા-ક્યાં મિત્રો વિરુદ્ધ દાખલ થયો ગુનો:
સમગ્ર ઘટનામાં હર્ષ મનોજભાઇ નારોલા (રહે.સાંઈ હેવન, આંબાતલાવડી, કતારગામ, સુરત), કૌશીક કાળુભાઇ કાકડીયા (રહે.સંડે હબની પાછળ, કતારગામ, સુરત), રાજ ખેની, હર્ષીત અણઘણ (રહે.કોઝવે પાસે, સુરત), ગૌરવ મોરડીયા, અમીત અનેજા (રહે.તાજ હોટલની સામે, અઠવાલાઇન્સ, સુરત), ભૌતીક મકવાણા (રહે.કોઝવે પાસે, સુરત), આકાશ અગ્રવાલ, રોનીત રાંદેરીયા (રહે.સીટીલાઇટ, સુરત), જય ગલચર (રહે.ડભોલી, સુરત) અને મીત પટેલ (રહે.પટેલ નગર, ભવાની સર્કલ, વરાછા, સુરત) આરોપીઓ છે. આ સિવાય અન્ય બે ઈસમો પણ સામેલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.