lockdown વચ્ચે તેલંગાણામાં દુષ્કર્મની સનસનીખેજ ઘટના બની છે.એક ૮૦ વર્ષના વૃદ્ધ પર 22 વર્ષની યુવતીની મદદના બહાને બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
એક ૨૨ વર્ષિય યુવતીએ શુક્રવારે પોતાના 80 વર્ષીય સંબંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે બંજારા હિલ્સ સ્થિત ઘરમાં વૃદ્ધે મદદના બહાને આ યુવતીનો બળાત્કાર કર્યો. જો કે આ મામલામાં પોલીસે અત્યાર સુધી કોઈ પણ ધરપકડ કરી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા હાલમાં જ પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેના વૃદ્ધ સંબંધીને ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં મદદ કરવાની રજૂઆત કરી હતી. મહિલા પોતાના એક પુરુષ મિત્ર સાથે એપ્રિલના પહેલા અઠવાડિયામાં આરોપી વૃદ્ધના ઘરે ગઈ હતી.
બંજારા હિલ્સ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાવ અનુસાર વૃદ્ધ વ્યક્તિના નિવાસસ્થાન પર પહોંચ્યા બાદ મહિલા અને તેના પુરુષ મિત્ર સાથે મળીને દારૂ પીધો હતો. આરોપો અનુસાર તેના બાદ વૃદ્ધે મહિલાઓનું શોષણ કર્યું.
પોલીસ અધિકારી અનુસાર આ ઘટના તરત બાદ વૃદ્ધ વ્યક્તિ એ પણ પોલીસને જાણકારી આપી હતી.તેણે પણ મહિલા અને તેના પુરુષ મિત્ર વિરુદ્ધ પોતાની મોંઘી ઘડિયાળ ચોરવાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news