તેલંગાણા: તેલંગાણાના મેડક જિલ્લામાં પોલીસે 24 કલાકમાં એક સળગી ગયેલી કાર અને એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહનો ખુલાસો કરી નાખ્યો છે. હકીકતમાં, મંગળવારે રહસ્યમય સંજોગોમાં એક સંપૂર્ણ બળી ગયેલી કાર મળી આવી હતી. જેમાં એક બળી ગયેલી લાશ પણ હતી. પરંતુ તેની ઓળખ થઇ શકી ન હતી.
આ બનાવ મેડક જિલ્લાના મંગલાપાર્થી ઉપનગરનો છે. જ્યાં એક અવાવરું જગ્યાએ બળી ગયેલી કાર મળી આવી હતી. કારની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન, પોલીસે જોયું કે બળી ગયેલી કારની અંદર એક અજાણી લાશ પણ હતી, જે ખરાબ રીતે બળી ગઈ હતી.
આશ્ચર્યની વાત એ છે કે, લાશ કારની અંદર નહીં પરંતુ કારની ડીકીમાં મળી હતી. સળગતી કાર હોન્ડાની હતી. જેની નંબર પ્લેટ રજીસ્ટ્રેશન નંબર- TS 05 EH 4005 સાથે ચિહ્નિત થયેલ હતી. આ નંબરના આધારે પોલીસે મૃતકની ઓળખ ડી.શ્રીનિવાસ તરીકે કરી હતી, જે મેડકનો રહેવાસી હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે, તે તેના પાર્ટનર સાથે પૈસાની લેવડદેવડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જિલ્લા ડીએસપી તુપરાન એમ કિરણ કુમારે જણાવ્યું હતું કે, અમે મામલો ઉકેલી લીધો છે અને જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિની આર્થિક કારણોસર હત્યા કરવામાં આવી છે. અમે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારબાદ પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, 45 વર્ષનો માણસ શ્રીનિવાસ શહેરમાં સિનેમેક્સ થિયેટર પણ ચલાવતો હતો. સાકીની હત્યા અન્ય કોઈ સ્થળે છરીથી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો મૃતદેહ કાર સાથે હાઈવે નજીક છોડી દેવામાં આવ્યો હતો. હત્યાની ઘટનાને છુપાવવા માટે આરોપીએ કારને મૃતદેહ સાથે આગ લગાવી હતી. પરંતુ પોલીસે કાર મળ્યા બાદ આ બાબતનો ખુલાસો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.