આ પ્રખ્યાત અભિનેત્રીનું 26 વર્ષની ઉંમરે ગંભીર અક્સ્માતમાં કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માત(Accident)માં મૃત્યુ થયું છે અને આ સમાચાર સામે આવ્યા બાદ…

ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માત(Accident)માં મૃત્યુ થયું છે અને આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અભિનેત્રી ગાયત્રી(Actress Gayatri) ઉર્ફે ડોલી ડી ક્રુઝ(Dolly de Cruz)ના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ છે. ખૂબ જ નાની ઉંમરમાં આ રીતે દુનિયા છોડીને જતી અભિનેત્રીને કારણે ચાહકો દુઃખી થઇ ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેત્રી હોળીના દિવસે તેના મિત્ર સાથે ઘરે આવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by ?Gayathri??✌ (@dolly_d_cruze)

તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડી ક્રુઝનું 26 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. અભિનેત્રી જે કારમાં મુસાફરી કરી રહી હતી તે કારને હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં ભયાનક અકસ્માત થયો હતો. તેણી તેના મિત્ર રાઠોડ સાથે ઘરે પરત ફરી રહી હતી, જે 18 માર્ચ, શુક્રવારે મોડી રાત્રે હોળીની ઉજવણી પછી કાર ચલાવી રહ્યો હતો. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં રાઠોડનું પણ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રોડ પર ડિવાઈડર સાથે અથડાતા પહેલા કારે નિયંત્રણ ગુમાવ્યું અને પલટી ગઈ.

સ્થળ પર જ મૃત્યુ થયું હતું:
દેખીતી રીતે ગાયત્રીને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે રાઠોડને બચાવ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ અફસોસ તે ઘણી ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. અહેવાલો સામે આવ્યા છે કે કાર રસ્તા પર ચાલી રહેલી 38 વર્ષીય મહિલા સાથે પણ અથડાઈ હતી. કાર પલટી જવાને કારણે મહિલા કારની નીચે ફસાઈ ગઈ હતી. અહેવાલો સૂચવે છે કે ડોલી ડી ક્રુઝની જેમ, મહિલાએ પણ અકસ્માત સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.

અભિનેત્રી ગાયત્રી ખૂબ પ્રખ્યાત હતી:
ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝે શરૂઆતમાં તેની ગ્લેમરસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ સિવાય તેની યુટ્યુબ ચેનલ, જલ્સા રાયડુ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તેને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ આંટે’માં કામ કરવાની ઓફર મળી હતી. તે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેમના આકસ્મિક અને આઘાતજનક અવસાનથી સોશિયલ મીડિયાની દુનિયા તેમજ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણાને આઘાત લાગ્યો છે. તેના ચાહકો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે ગાયત્રી હવે આ દુનિયામાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *