Gujarat Heatwave Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે આકરા તાપનું અનુમાન છે. 2 મે સુધી ભારે ગરમીની ચેતવણી હવામાન વિભાગે (Gujarat Heatwave Forecast) આપી છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં અગન વરસાની સ્થિતિ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાત આગ વરસાવતી ગરમીનો અનુભવ કરી રહ્યું છે. રવિવારે 44.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. 44.3 ડિગ્રીમાં સુરેન્દ્રનગર પણ શેકાયું. ભુજ અને અમરેલીમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હજુ પણ તાપમાનમાં 2થી 3 વધારો ડિગ્રીનો થઈ શકે છે.
અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચે તેવું અનુમાન છે. અમદાવાદમાં પાંચ દિવસ આગ ઓકતી ગરમીનો પ્રકોપ રહેશે. અમદાવાદમાં આજથી પાંચ દિવસ અગનવર્ષા વરસશે ગરમીનો પારો પહોંચી શકે છે 44 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. રવિવારે શહેરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંઘાયું, રાત્રે પણ અકળાવનારી ગરમીથી શહેરીજનો પોકારી ઉઠ્યા ત્રાહિમામ ઉઠ્યા છે.
અમદાવાદમાં ગરમી વધતાં હૃદય સંબંધિત તકલીફ વધી છે. એપ્રિલના 2 દિવસમાં હૃદય સંબંધી તકલીફમાં 18%નો વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં એપ્રિલમાં 27 દિવસમાં હૃદય સંબંધી કેસની સંખ્યા 1508 થઇ છે. ઉનાળાના આકરા તાપમાં કાર્ડિયાક ઈમરજંસી કેસમાં 18 ટકાનો વધારો થયો છે. 21 દિવસમાં જ પાંચ હજાર 73 કોલ્સ 108 એમ્બ્યુલન્સમાં નોંધાયા..હાર્ટની તકલીફ થતા એક વર્ષમાં 88 હજારથી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. સુરત,મહેસાણા,પોરબંદરઅને અમદાવાદમાં હૃદય રોગની તકલીફના કેસ વધ્યા છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે
રાજકોટ-44.4, સુરેન્દ્રનગર-44.3, ભુજ-43.8, અમરેલી -43.5, ડીસા-42.3, અમદાવાદ-41.8, ગાંધીનગર-40.8, વડોદરા-40.2 અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપીમાં મૌસમનો મિજાજ બદલાયો છે. રવિવારે હવામાનમાં પલટાના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. લખનૌ, બારાબંકી, હરદોઈ, ગોરખપુર, લખીમપુર ખેરી અને ઈટાવા સહિત ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે. મુઝફ્ફરનગરમાં લઘુત્તમ લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે પવનની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ અઠવાડિયે દિલ્હી-NCRમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. હળવા વરસાદથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે સવારે 8 વાગ્યે દિલ્હીમાં તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.
આ પહેલા રવિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. જે આ સિઝનમાં માત્ર સૌથી વધુ નથી પરંતુ છેલ્લા છ વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ છે. મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધારે હતું. હવામાં ભેજનું પ્રમાણ 42 થી 17 ટકાની વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App