ગુજરાતમાં 2 દિવસ ગરમી ભૂકા કાઢશે- 40 ડિગ્રી ઉપર રહેશે તાપમાન, અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર

Heatwave in Gujarat: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોનુ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે.…

Heatwave in Gujarat: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોનુ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. વળી, ઘણી જગ્યાએ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.તેમજ અમદાવાદમાં ગુરૂવારે તાપમાનનો(Heatwave in Gujarat) પારો 41 ડિગ્રી સે. નોંધાયો હતો જ્યારે આજે ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની આગાહી પણ કરવામાં આવી રહી છે. તો આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપણે જોઇએ.

ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની આગાહી
ગુરૂવારે હવામાન વિભાગે આપેલી માહિતીમાં જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે. પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. જ્યારે તાપમાનમાં ઘટાડો થશે. 24 કલાક બાદ (એટલે કે આજથી) કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.ગુરુવારે 40 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધી ગયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું તાપમાન શુક્રવારે 41, શનિવારે 40 જ્યારે રવિવારથી મંગળવારના 39 ડિગ્રીની આસપાસ રહેશે.

બે દિવસ માટે યલો એલર્ટ જાહેર
તો બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, આણંદ અને બનાસકાંઠામાં રાતના સમયે ગરમીની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલી 40 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં પણ 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.

હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં આગ ઝરતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જે દરમિયાન તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારાા કામ વિના ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા પાણી, લીંબુ પાણી, છાશ જેવા શરીરને ઠંડક આપે તેવા પ્રવાહી વધુ લેવા સલાહ આપવામાં આવી છે.