TamilNadu Temple News: તમે 2014ની બોલિવૂડ ફિલ્મ પીકે તો જોઈ જ હશે, જેમાં જ્યારે અનુષ્કા શર્માનું પર્સ મંદિરના દાન પેટીમાં પડે છે, ત્યારે મંદિર પ્રશાસને તેને પરત કરવાની ના પાડી દીધી હતી.હવે આવો જ એક કિસ્સો અરુલ મિગુ કંડાસ્વામી મંદિરમાંથી (TamilNadu Temple News) પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના હાથમાંથી આઇફોન સરકીને મંદિરના દાન પેટીમાં પડી જતાં તેને દર્શન માટે જવું મુશ્કેલ બન્યું હતું. મંદિરના દાન પેટીમાં આઇફોન પડ્યા બાદ તે વ્યક્તિએ તેને લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મંદિર પ્રશાસને તેને આઇફોન આપવાની ના પાડી દીધી.
પીકે જેવી ઘટના બની
વિનાયગપુરમ વિસ્તારના રહેવાસી દિનેશના જણાવ્યા અનુસાર, મંદિરની દાનપેટીમાં ભૂલથી તેનો આઈફોન પડી ગયો હતો. જ્યારે, તેણે મંદિર ટ્રસ્ટ પાસે પોતાનો ફોન પરત માંગ્યો ત્યારે, તેમણે દાનપેટીના કોઈપણ સામાનને ભગવાનની સંપત્તિ ગણાવી હતી. મંદિર ટ્રસ્ટે જ્યારે શુક્રવારે દાનપેટી ખોલી ત્યારે તેમાંથી આઈફોન મળી આવ્યો હતો. દિનેશની માંગ પર મંદિરે જણાવ્યું કે, તેને જરૂર હોય તો ફોનનો ડેટા લઈ શકે છે. દિનેશે ડેટા લેવાની ના પાડીને ફોન પરત માંગ્યો હતો. તમિલનાડુ સરકારના ધાર્મિક વિભાગે પણ મંદિરની વાત પર મહોર મારતા કહ્યું કે, દાનપેટીની તમામ વસ્તુ ભગવાનના ખાતામાં જાય છે.
‘ દાન પેટીમાં રાખવામાં આવેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ છે…’
દિનેશે હિન્દુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને મંદિરમાંથી આઇફોન પરત કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ટ્રસ્ટીઓએ દિનેશને વિકલ્પ આપ્યો કે અમે તમને આઇફોનને બદલે સિમ કાર્ડ આપી શકીએ છીએ, જેથી તમે ફોનમાંથી મહત્વપૂર્ણ ડેટા લઇ શકો.
પરંતુ ત્યાં સુધીમાં દિનેશે નવું સિમકાર્ડ ખરીદીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.દરમિયાન મંદિરના કાર્યકારી અધિકારી કુમારવેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘મંદિરની પરંપરા અનુસાર દાન પેટીમાં રાખવામાં આવેલી કોઈપણ વસ્તુ ભગવાનની સંપત્તિ છે. તેથી તે પરત કરી શકાતું નથી.
સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટલાક યુઝર્સે પોસ્ટમાં લખ્યું છે કે, iPhone કદાચ તેની બેટરી લાઇફ અથવા કેમેરાની ગુણવત્તા સુધારવા માટે ભગવાનના હસ્તક્ષેપની માંગ કરી રહ્યું છે. અન્ય લોકોએ ફિલોસોફિકલ પ્રશ્નનો કર્યો છે કે, શું ટેક્નોલોજીને ખરેખર પવિત્ર અર્પણ ગણી શકાય.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App