ગુજરાત: રસ્તો ઓળંગતા યુવકની માથે ટેમ્પો ફરી વળ્યો, ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આવા અકસ્માતમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો ગુજરાતના નવસારીના હાઇવે પર બન્યો છે. ગુજરાતનાં નવસારીના હાઈવે નં.48 પર રોડ ક્રોસ કરવા જતા યુવકનું આઈશર ટેમ્પા ચાલકે ઉડાવ્યો હતો.

આ અકસ્માત દરમ્યાન યુવકને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવક વલસાડનો રહેવાસી હતો અને નવસારીમાં નોકરી કરતો હતો.અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવીના આધારે આઇશર ચાલકને પકડવા પ્રક્રિયા હાથ ધરી છે.

મૂળ વલસાડનો રહેવાસી તરલ પટેલ(ઉંમર વર્ષ 32) નવસારીમાં એક ખાનગી ઓફિસમાં નોકરી કરતો હતો. સાંજે 6.30 ની આસપાસ યુવક ઘરે જઇ રહ્યો હતો. એ દરમિયાન ચા પીવા માટે યુવક રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતાં આઇશર ટેમ્પા ચાલકે યુવકને અડફેટે લીધો હતો અને તેના પર ટેમ્પો ચડાવી દીધો હતો. અકસ્માત કર્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો.

નવસારીના નેશનલ હાઈવે નં. 48 પર અડીને આવેલા ટોયોટાના શોરૂમ પાસે આ સમગ્ર ઘટના બની હતી. જે સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઉપરાંત, અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *