આસામ(Assam): હાઈવે પર ગુરુવારે સવારે લગભગ 4 વાગ્યે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. હરિદ્વાર (Haridwar)થી લખીમપુર(Lakhimpur) ખેરી પરત ફરી રહેલા પીકઅપ ચાલકને ઝોકું આવી જતા પીકઅપ ઝાડ સાથે અથડાઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકો અને ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ તમામ લોકો હરિદ્વાર ગંગા (Ganga)માં સ્નાન કરવા ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો પણ સામેલ છે. આ અંગે ઘટના સ્થળે પહોચેલી પોલીસે જણાવ્યું હતું કે બે ઘાયલોના પગ વાહનના ડેશ બોર્ડ અને ઝાડ વચ્ચે ફસાઈ ગયા હતા. ક્રેન આવ્યા પછી જ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયા.
લખીમપુર ખેરીના ગોલા ગોકરનાથ પોલીસ સ્ટેશનના મોહલ્લા તીર્થના રહેવાસી સંજીવ શુક્લા તેમના પરિવાર અને સંબંધીઓ સાથે પિકઅપ દ્વારા સોમવારે સાંજે હરિદ્વારમાં ગંગા સ્નાન માટે ગયા હતા. ગોલા વિસ્તારના દાતેલી ગામનો દિલશાદ(30) કાર ચલાવી રહ્યો હતો. ત્યાંથી બુધવારે સાંજે તમામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સવારે ચાર વાગ્યે, જ્યારે પીકઅપ ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આસામ હાઈવે પર પહોંચ્યું, ત્યારે દિલશાદને ઊંઘ આવી ગઈ અને પીકઅપ બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાયું હતું.
જેના કારણે સંજીવની માતા સરલા દેવી(55), પુત્ર હર્ષ(12), પુત્રી ખુશી(2), મોટો ભાઈ શ્યામસુંદર શુક્લા(40), તેના નાના ભાઈ કૃષ્ણપાલની પત્ની રચના(27), ભત્રીજો શશાંક(11), આનંદ(4) અને ડ્રાઈવર દિલશાદ (30)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની લક્ષ્મી(28) અને સંજીવના પિતા લાલમન શુક્લા(60)નું જિલ્લા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સંજીવ અને તેની ભાભી શીલમ, ભાઈ કૃષ્ણપાલ, ભત્રીજો પ્રશાંત, શાહજહાંપુરના પુવાયન વિસ્તારના અગોના ખુર્દ ગામના પૂનમ પત્ની કૃપાશંકર, તેમના પુત્રો પ્રવીણ અને રિશુ ઘાયલ થયા હતા.
રાત્રિના બે વાગ્યે પણ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી:
ઘાયલ કૃષ્ણપાલે જણાવ્યું કે, ડ્રાઈવર દિલશાદને રાત્રે બે વાગ્યે બરેલીથી પીલીભીત વચ્ચે ઝોકું આવી જતા પીકઅપ ડિવાઈડર સાથે અથડાયુ હતું. આ પછી, તેના ઇનકાર કરવા છતાં, તે રોકાયો નહીં અને મોં ધોઈને ડ્રાઇવિંગ કરતો રહ્યો. જણાવી દઈએ કે જવાબદારોની બેદરકારીના કારણે આસામ હાઈવે લોહીયાળ બની રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.