સુરતવાસીઓને જલ્દીથી મળશે મેટ્રોટ્રેનનો લાભ. જાણો કયારથી સેવા ચાલુ થશે ?

સુરતમાં વધી રહેલી વસ્તીને કારણે સરકાર દ્વારા શહેરને વિકસતા શહેર તરફ આકાર આપવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં આકાર લેનારા 40 કિલોમીટરના મેટ્રો રેલ પ્રોજેક્ટમા…

સુરતમાં વધી રહેલી વસ્તીને કારણે સરકાર દ્વારા શહેરને વિકસતા શહેર તરફ આકાર આપવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં આકાર લેનારા 40 કિલોમીટરના મેટ્રો રેલ પ્રોજેક્ટમા હવે ટેન્ડર બહાર પાડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સુરત મેટ્રો રેલ કોર્પોરેશન ની તાજેતરમાં જ પહેલી મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં પહેલા દસ કિલોમીટરના ફેજ મા શરૂ થનારા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

SMRC ના એમડી તરીકે એમ.થનનારસનની નિમણૂક કરવામાં આવી છે. પહેલા ફેજ મા ડ્રીમ સીટી થી કદરશા ની નાળ સુધી મેટ્રો દોડવા નું આયોજન કરવામાં આવ્યું છે.SMRC ના એમડી એમ.થનનારસન એ મીટીંગ બાદ જણાવ્યું હતું કે, સરથાણા કન્વેશન સેન્ટર નજીક એલાઈમેન્ટ નું ફાઈન લાયઝીગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

SMRC ના એમડી એમ.થનનારસન ના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે. શરૂઆતના તબક્કામાં એલિવેટેડ કોરિડોર પર 10 મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે અને દરેક સ્ટેશન પાછળ અંદાજે 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંદાજે 12000 કરોડ રૂપિયાનો બની શકે છે. જેમાં 40 કિલોમીટર લાંબી મેટ્રો લાઈન નાખવામાં આવશે. મેટ્રો ના કુલ 38 સ્ટેશન હોવાથી ચાર સ્ટેશનનો પીપીપી ધોરણે બનાવવામાં આવશે. એક સ્ટેશન પાછળ ખર્ચ હાલમાં 111 કરોડ રૂપિયા અંદાજ આવી રહ્યો છે.

કોરીડોર નંબર.1 માં રૂપાલી કેનાલ અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશન તેમજ કોરીડોર નંબર ટુ માં એક્વેરિયમ અને અઠવાચોપાટી સ્ટેશન વધારાની FSI વેચીને SMC બનાવશે. કોર્પોરેશન 1343 કરોડની વધારાની આવક ઊભી કરવા પર આયોજન કરશે. પ્રાઈવેટ પાર્ટનર સાથે મળીને SMC દ્વારા ચાર સ્ટેશનો બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *