નીતિન પટેલના ગઢમાં 3000 કરોડ રૂપિયાનું GST કૌભાંડ, કયા નેતાની સંડોવણી આવશે સામે ?

Published on Trishul News at 10:58 AM, Tue, 30 April 2019

Last modified on April 30th, 2019 at 10:58 AM

ઊંઝામાં અંદાજે 3000 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. GST ના ગુજરાતના અધિકારીઓ પર કેસને દબાવી દેવા માટે રાજકીય દબાણ આવતાં કેન્દ્રીય CST-GST અધિકારીઓ કૌભાંડની તપાસમાં સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગી લેવામાં આવે તેવી પણ શક્યતા છે. આ કેસમાં  માહિતી આપનારા લોકોએ થોકબંધ પૂરાવા અને દસ્તાવેજો આપ્યા છે.

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે, ઊંઝામાં જીરુ, વરિયાળી અને મસાલાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સની પેઢીઓ અને મકાનો સહિત 37 જગ્યાઓએ દરોડા પાડ્યા છે. 29 એપ્રિલે જીએસટી અધિકારીઓની 40 ટીમો 24 સરકારી ગાડીઓના કાફલા સાથે એક સાથે ઊંઝા-ઉનાવામાં ત્રાટકી હતી.

કરોડોના જીરુ કૌભાંડમાં 14 વેપારીઓમાં અમદાવાદના 2 અને ઊંઝાના 14 વેપારીઓ અને 15 ટ્રાન્સપોર્ટર્સની સંડોવણી સામે આવી છે. ખોટા ઈ-વે બિલ જનરેટ કર્યા બાદ ઈ-વે બિલ રદ કરીને, તેમજ એક જ ઈ-વે બિલ પર બે-ત્રણ ટ્રકો મોકલીને કરચોરી કરવાનું સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતુ.

કૌભાંડમાં ભાજપના મહિલા નેતા કોણ ?

તપાસના અંતે કરોડો રૂપિયાના કરચોરી કૌભાંડમાં ભાજપના મહિલા નેતાની સંડોવણી બહાર આવી છે. તેણીએ આ કૌભાંડને રૂપિયા 3 હજાર કરોડનું નહીં પણ માત્ર રૂપિયા 30 કરોડનું બતાવવા GST અધિકારીઓ પર દબાણ કર્યા બાદ તપાસ ધીમી પડી ગઈ છે. નેતીના ફોનને પગલે ખરીદી ડિસકવોલીફાઈડ કરવાની તપાસ પર બ્રેક વાગી ગઈ છે. કૌભાંડ ઓછું બતાવવા માટે અધિકારીઓને મોટી રકમની લાંચ આપવાનો પ્રયાસ કરાયો હતો.

દરોડાની કાર્યવાહી પહેલા જ ઊંઝા ગેંગના સંજય માધા અને શંકર નામના બે શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે મિલન બંધુ હાજર રહ્યાં છે. મિલન બંધુઓએ જીએસટીના અધિકારીને શરૂઆતમાં દોઢ કરોડની લાંચની ઓફર કરી હતી. પરંતુ અધિકારીએ મચક ના આપતા આખરે રાજકીય દબાણ લાવવામાં આવ્યું હતું.

કૌભાંડી મિલન બંધુઓએ ખોટા ઈ વે બિલોમાં માલનું વેચાણ કરીને માલ પહોંચાડયો હતો. એ જ માલની ખરીદી બતાવીને માત્ર બિલ ઊંઝામાં મંગાવ્યું પણ માલ નહીં. આ રીતે રિબેટ લઈને ખરીદી ડિસકવોલીફાઈડ કૌભાંડ બન્યું હતું. ઈ બિલ મુજબ માલ કઈ ટ્રાન્સપોર્ટમાં આવ્યો, ટ્રાન્સપોર્ટરનું નામ, બેંક એકાઉન્ટ, ટ્રકનો નંબર વગેરે બાબતોની તપાસ થઇ રહી છે અને હજુ આ કૌભાંડનો આંકડો વધે તેવી શક્યતા છે.

ઊંઝામાં જીએસટી ચોરીમાં સંજય માધા, ધર્મો મિલન, સંજય ઉર્ફે શંકર, જીતુ, જગો બારોટ સહિતના લોકો સંડોવાયેલા હોવાની ફરિયાદ સરકાર સુધી પહોંચી હતી. આથી રાજ્ય બહાર માલ મોકલતા ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા પાડ્યા હતાં. અને ઇવે બિલ, સ્ટોક વેરિફિકેશનની તપાસ હાથ ધરી હતી

ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ કોણ  ?

ઊંઝાનાં 15 ટ્રાન્સપોર્ટર્સમાં જીયા રોડલાઈન્સ, જય માતાજી રોડલાઈન્સ, સાંઈ રોડલાઈન્સ, સદગુરુ લોજીસ્ટિક, ન્યુ સિદ્ધી ટ્રાન્સપોર્ટ, વૈજનાથ ટ્રાન્સપોર્ટ, ઊંઝા રાયપુર ટ્રાન્સપોર્ટ કંપની, મિલાપ ટ્રાન્સપોર્ટ કેરિયર્સ, અંશ ટ્રાન્સપોર્ટ કંપની, યાદવ રોડલાઈન્સ, દિગ્વિજય ફ્રેઈટ કેરિયર, મંથન ફ્રેઈટ કેરિયર, શક્તિ ટ્રાન્સપોર્ટ કંપની, મણીબા રોડલાઈન્સ, ઓમ ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. તપાસમાં બીજા ટ્રાન્સપોર્ટરો અને વેપારી પેઢીઓના નામ ખુલે એવી શક્યતા છે.

અમદાવાદના બે વેપારી મે.લક્ષ્મી ટ્રેડર્સ અને મે.જગન્નાથ સેલ્સ કોર્પોરેશન તેમજ ઊંઝાનાં 15 વેપારીઓ એમ.પી. કોમોડિટીઝ પ્રા.લિ, મહારાજા સ્પાઈસીસ, યુ. એન ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, શીતલ ટ્રેડર્સ, રાકેશ એન્ટરપ્રાઈઝ, શીવસન ઈન્ટરનેશનલ, વી. કુમાર એન્ડ કંપની, મેહુલ ટોબેકો, જય હેથ એન્ટરપ્રાઈઝ, વંશ એન્ટરપ્રાઈઝ, આર્યન એન્ટરપ્રાઈઝ, પટેલ કમલકુમાર રમણભાઈ, વીર ટ્રેડર્સ અને વીર ટ્રેડર્સ કહોડા, તથા મેહુલ ટોબેકો ઉનાવાનો સમાવેશ થાય છે.

ટ્રક પકડવાની જાણ જીએસટીને પોલીસે કેમ ન કરી

તાજેતરમાં પોલીસે અમદાવાદના વેપારી મે.લક્ષ્મી ટ્રેડર્સની જીરુ ભરેલી ટ્રક પકડીને તપાસ કરતાં તેમાં ખોટું ઈ- વે બિલ જનરેટ કરીને માલ મોકલાતો હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે સ્ટેટ જીએસટી વિભાગને તેની જાણ કરી ન હતી. ખોટા ઈ- વે બિલ બનાવીને પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ટ્રકો મોકલવાનું આ કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ દેખાઇ રહી છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "નીતિન પટેલના ગઢમાં 3000 કરોડ રૂપિયાનું GST કૌભાંડ, કયા નેતાની સંડોવણી આવશે સામે ?"

Leave a comment

Your email address will not be published.


*