Terror attack on Manipur CM’s convoy: સોમવારે એટલે કે આજે કાંગપોકપી જિલ્લામાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકવાદીઓએ હુમલો(Terror attack on Manipur CM’s convoy) કર્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસને ટાંકીને કહ્યું કે એક સૈનિક ઘાયલ થયો છે.
પોલીસે જણાવ્યું કે CM એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. તેને જોતા સુરક્ષા દળોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી. કોટલેન ગામ પાસે હજુ પણ ગોળીબાર ચાલુ છે.
પોલીસ ચોકીઓ ફૂંકી મારી, 50થી વધુ ઘરોને આગ
સીએમના કાફલા પર હુમલાની ઉપરાંત આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ પછી જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ બની હતી અને તાબડતોબ વધારાના જવાનો તહૈનાત કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.
પીટીઆઈ સાથે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી બિરેન સિંહ હજુ સુધી દિલ્હીથી મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા નથી. તે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા. જેથી જીલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવે,” ખરેખર, આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે મણિપુરના જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. શનિવાર (8 જૂન, 2024) ના રોજ બનેલી ઘટના પછી, અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.
મણિપુરના જીરીબામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે સોઇબામ સરતકુમાર સિંહ નામનો વ્યક્તિ 6 જૂને પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયો હતો. તેણે કહ્યું કે બાદમાં તેની લાશ મળી આવી હતી, જેના પર કોઈ તીક્ષ્ણ વસ્તુથી થયેલા ઘાવના નિશાન હતા. ગયા વર્ષના મે મહિનાથી ચાલી રહેલી જાતિ હિંસામાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App