સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. તેવું સાબિત કરતી ઘટનાઓ સુરતના અવારનવાર બનતી રહે છે. તેમજ પોલીસના રાત્રિ પેટ્રોલિંગની ઉપર પણ સવાલો ઊભા થાય છે. આવી જ એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે.
મળતી વિગતો અનુસાર બે દિવસ પહેલા મોડી રાત્રે પાંડેસરાના વડોદ ગામમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. અમુક લુખ્ખા તત્વોએ રાત્રી દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવી દીધી હતી અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટયા હતા.
પાંડેસરામાં લુખ્ખા તત્વોનો આતંક, રાત્રે પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવી #SURAT #Gujarat pic.twitter.com/s3dyV1ep1u
— Trishul News (@TrishulNews) September 4, 2020
જોકે આતંકીઓની તમામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ લુખ્ખા તત્વોએ બે રિક્ષા સહિત ફોરવીલ કારમાં આગ લગાવીને ફરાર થઈ ગયા હતા. આગ લગાવતા આ લુખ્ખા તત્વો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા.
આવી ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થાય છે અને પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે. આવી બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને પોલીસ કાર્યવાહી ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews